Proud of Gujarat
GujaratFeaturedINDIA

આતિથ્યની હિજરત, સરકારનાં આંખ મિચામણાં: 7 દિવસમાં યુપી-બિહારના લોકો પર 50થી વધુ હુમલા

Share

 
સૌજન્ય-D.B/અેક માણસના વાંકે તમામને ડામવાની ઘટનાઓ ગુજરાતના શાંત પાણીમાં પથ્થર ફેંકવાના પ્રયાસ છે. ગુજરાત તેની આતિથ્ય ભાવના અને સહિષ્ણુતાના ગાંધી મંત્ર માટે જગપ્રસિદ્ધ છે. પણ મુઠ્ઠીભર તત્ત્વોના આ કૃત્યથી જાણે રાજ્યમાંથી ‘આતિથ્યની હિજરત’ થઈ રહી હોય એમ લાગે છે. શરૂઅાતમાં અાવી ઘટનાઅો પ્રત્યે અાંખ મિચામણાં કરનારી સરકાર હવે મોડા મોડા જાગી છે.

અમદાવાદઃ સાબરકાંઠાના ઢુંઢર ગામમાં 14 માસની બાળકી ઉપર દુષ્કર્મ કરનારા બિહારનો વતન રવીન્દ્ર ગાંડેને પોલીસે તાત્કાલિક ઝડપી લીધો હતો. પરંતુ બાળકી પરના દુષ્કર્મની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તેમાં પણ સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક પોસ્ટ વહેતી કરવામાં આવી રહી છે. જેના કારણે છેલ્લા 7 દિવસમાં રાજ્યભરમાં પરપ્રાંતિયો પર હુમલાની 50 ઘટના બની છે જેમાં 75 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં પોલીસે અત્યારસુધીમાં 342 આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ પરપ્રાંતિયો ઉપર બની રહેલી હુમલાની ઘટનાઓ પોલીસ રોકી નહીં શકતા તેઓ હિજરત કરીને ગુજરાત બહાર જઇ રહ્યા છે.

Advertisement

સાબરકાંઠામાં 8મીએ બંધનું એલાન માત્ર અફવા, પોલીસ એલર્ટ

જો કે પરપ્રાંતિય લોકો ઉપર કરવામાં આવેલા હુમલાની સૌથી વધુ 15 ઘટના મહેસાણા જિલ્લામાં બની હતી અને ત્યારબાદ સાબરકાંઠામાં 11 ઘટનાઓ બની હતી. જો કે આ ઘટનાઓ રોકવા માટે ગુજરાત પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે, જેમાં પરપ્રાંતિયોની વસાહતો તેમજ તેમના કામકાજના સ્થળ જેવા કે ફેક્ટરી – કારખાનાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવીને પેટ્રોલિંગ શરૂ કરી દેવાયુ હોવાનું ગુજરાત રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.

ઉત્તર ગુજરાતમાં ભયનો માહોલ
સાબરકાંઠા પછી મહેસાણા અને પાલનપુરમાં ભયનો માહોલ વધુ જોવા મળે છે. સોમવારે બંધના એલાનની વાતો સોશિયલ મીડિયા પર ચાલી હતી. જો કે સાબરકાંઠાના એસપીએ સ્પષ્ટતા કરી છે કે આ માત્ર અફવા છે. બીજીબાજુ મહેસાણામાં પણ પરપ્રાંતિયો પર હુમલાના 15 જેટલા બનાવ નોંધાયા છે અને 89ની ધરપકડ કરાઈ છે. લગભગ 1000 જેટલા શ્રમિકો હિજરત કરી ગયા છે. પાલનપુરમાં પણ લોકોએ પકોડીની લારી ઊંધી વાળી હતી.

શહેર-જિલ્લો ગુના આરોપી
મહેસાણા 15 89
સાબરકાંઠા 11 95
અમદાવાદ શહેર 7 73
ગાંધીનગર 3 27
અરવલ્લી 2 20
અમદાવાદ જિલ્લો 3 36
સુરેન્દ્રનગર 1 2
કુલ 42 342
ડીજીપીએ કહ્યું… 6 જિલ્લામાંથી 342ની ધરપકડ, પોલીસની રજા રદ, સુરક્ષાદળોની 17 કંપની ઉતારાઈ


Share

Related posts

લગ્ન પછી પહેલા મતદાન, અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે એક યુવતીએ પીઠી ની હાલતમાં મતદાન કર્યું…

ProudOfGujarat

ભરૂચ પૂર્વપટ્ટીનાં અંગારેશ્વરનાં પ્રવાસનધામનો વિકાસ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી.

ProudOfGujarat

ભરૂચ : જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આમોદ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!