નવસારી જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં ડેંગ્યુના 22 કેસો સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં 18 તો વિજલપોર શહેરમાં જ નોંધાયા છે. ગત ઓગસ્ટ, સપ્ટેમ્બર માસમાં નવસારી જિલ્લામાં ડેંગ્યુના કેસો વધ્યાની બૂમરાણ મચી હતી. ખાસ કરીને વિજલપોર શહેર અને નવસારી શહેરને અડીને આવેલ કેટલાક ગામોમાં અનેક રહેણાંક વસાહતોમાં ડેંગ્યુના …અનુસંધાન પાના નં. 2
Advertisement
મચ્છરના ઉપદ્રવને કાબૂમાં રાખવા પગલાં લેવાયાં
મચ્છરના ઉપદ્રવને કાબૂમાં રાખવા માટે વિજલપોર અને નવસારી નગરપાલિકાએ પગલાં લેવાનાં શરૂ કર્યાં છે. ડેંગ્યુના કેસોને લઇ જિલ્લા મેલેરિયા વિભાગ, વિજલપોર અને નવસારી પાલિકાએ ફોગીંગ દવાનો છંટકાવ, પાણીના ભરાવાનો નિકાલ વગેરેની કામગીરી શરૂ કરી હતી. જોકે, ડેંગ્યુથી કોઇનું મરણ થયાનું જાણી શકાયું ન હતું. સૌજન્ય