સૌજન્ય-D.B/અમદાવાદ: મધ્યપ્રદેશના સંગીતકાર ભૂષણ ગોગડે મુંબઈમાં શરૂ કરેલ ‘રાઈડ્સ ફોર હ્યુમિનિટિસ’ અભિયાનને રાજ્યની એેકમાત્ર એલડી એન્જિનિયરિંગ કોલેજે અપનાવ્યું છે. બ્રધરહૂડની ભાવનાને વિકસાવવા, ઈંધણ-પ્રવાસન ખર્ચને ઘટાડવા આ અભિયાનનો એલડી એન્જિનિયરિંગ કોલેજ 20થી 30 ઓક્ટોબર દરમિયાન પ્રારંભ કરશે. પ્રથમ તબક્કામાં એનસીસી, એનએસએસના વિદ્યાર્થીઓ-ફેકલ્ટીને આવરી લેવાશે. પ્રાયોગિક ધોરણે શહેરના 20 વિસ્તારોમાં કોલેજ શરૂ થવાના સમય પહેલા અને છૂટવાના સમય પછી 200 વિદ્યાર્થીઓ અને કોલેજ ફેકલ્ટી સ્ટિકર લગાવેલા વ્હીકલ સાથે લિફ્ટ ઓફર કરશે.
અભિયાનમાં સામેલ થનારને સ્પેશિયલ સિમ્બોલ અપાશે
સ્વૈચ્છિક રીતે આ અભિયાનમાં જોડાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ-ફેકેલ્ટીની સંમતિ લેવાશે. તે પછીથી શહેરના 20 નિર્ધારિત વિસ્તારોમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટીને લિફ્ટ આપશે.
આ અભિયાનમાં સામેલ થનારને સ્પેશિયલ સિમ્બોલ અપાશે : એલડી એન્જિનિયરિંગ કોલેજ તરફથી આ અભિયાનમાં સામેલ થનારા વિદ્યાર્થીઓ- ફેકલ્ટીને વ્હીકલ પર સ્પેશિયલ સિમ્બોલ સાથેનું સ્ટિકર આપવામાં આવશે.
આ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને લિફ્ટ મળી રહેશે
સેટેલાઈટ, આંબાવાડી, નવરંગપુરા, નારણપુરા, સેટેલાઈટ, બાપુનગર, ઉસ્માનપુરા, વાડજ, સાયન્સ સિટી,પાલડી, મણિનગર, નરોડા, નારોલ, ઈસનપુર, વાસણા, સાબરમતી, ગુરુકુળ-ડ્રાઈવ-ઈન,રાણીપ
મુંબઈમાંથી પ્રેરણા લઈ શરૂઆત
મારા મિત્ર ભૂષણ ગોગડે શરૂ કરેલી રાઈડ્સ ફોર હ્યુમિનિટિસ અભિયાનને મુંબઈમાં સારા પ્રતિસાદમાંથી પ્રેરણા લઈને એલડી એન્જિનિયરિંગમાં અભિયાન શરૂ કરવાનો વિચાર આવ્યો . – પ્રો ડો.કિન્નર વાઘેલા, એલડી એન્જિનિયરિંગ કોલેજ
અન્ય કોલેજોનો પણ સંપર્ક કરાશે
પ્રથમ તબક્કામાં એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓ, ફેકલ્ટીને સાંકળાશે. પછી વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓનો આ અભિયાન માટે સંપર્ક કરી ટ્રાફિક વિભાગનું માર્ગદર્શન લેવામાં આવશે. – ડો જીપી વડોદરિયા., પ્રિન્સિપાલ, એલડી એન્જિનિયરિંગ કોલેજ