Proud of Gujarat
GujaratFeaturedINDIA

સીઆચેનમાં ખુબ કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતા સૈનિકોની વિતક કથા… સૈનિકોની ફરજને સલામ

Share

દુનિયાનુ સૌથી ઉંચાઈ પર આવેલ સંરક્ષણની ચોકી એટલે સીઆચેન જે ખુબ ઘણી બાબતો માટે ખ્યાતિ પ્રાપ્ત અને કુખ્યાત છે. વિશ્વના સૌથી વિસમ યુધ્ધ ક્ષેત્રની મુલાકાત લીધા બાદ હર્ષલ પુષ્કરણાની એ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે પોતાની મુલાકાત અને સીઆચેન ખાતે સૈનોકોની પરિસ્થિતિ અંગે દ્ર્શ્ય અને સ્રાવ્ય પધ્ધ્તિએ વર્ણન કર્યં હતુ. તેમણે જણાવ્યું હતુ કે સીઆચેન એ ૨૧ હજાર ફુટ કરતા પણ વધુ ઉંચાઈ પર આવેલ યુધ્ધ ક્ષેત્ર છે. ચારે તરફ બરફ સિવાય કઈ નથી ઠંડી એટલી બધી છે કે માઈનસ ૩૦ ડિગ્રી સુધીનુ તાપમાન નોંધાય છે એક નાની સરખી પતરાની ઓરારડીમાં ૬ સૈનિકો રહે છે. બરફ લાવી તેને પીગાળી પાણી પીવે છે. અહી પોહચાડાતા શાકભાજી ની હાલત કેવી થાય છે એ અંગે જણાવતા કહ્યું કે બટાકા એટલા ઠંડા થઈ જાય છે કે તેને ખાવા લાયક બનાવવા માટે ૨૧ વાર કુકરની સીટી વગાડવી પડે છે ત્યારે બટાકા ખાવા લાયક થાય છે આવી પરિસ્થિતિમા સૈનિકો ને રહેવા માટે સરકાર તરફથી દોઢ લાખના ખર્ચે ડ્રેસ અપાય છે તેમ છાતા ઠંડીનો ચમકારો લાગે છે પરસેવો થવા છતા સૈનિકો સ્વેટરની ચેન ખોલી શકતા નથી કેમેકે જો પરસેવાને કાતિલ ઠંડીની હવા લાગે તો સમગ્ર શરીર બરફ બની જાય બરફનો વરસાદ થાય ત્યારે દિવસોના દિવસો રૂમમાં પુરાય રેવાનુ ખાવા-પીવાનો જથ્થો પણ ના આવે પરંતુ દેશના કાજે આવી વિસમ પરિસ્થિતિમાં પણ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. આખા કાર્યક્રમ દરમ્યાન શ્રોતાઓએ ખુબ ધ્યાનથી તમામ વિગતો જાણી હતી. રોટરી  કલ્બ ઓફ ભરૂચ, ભરૂચ નર્મદા નગરી, ફેમીના, અંકલેશ્વર અને દહેજ ના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં લવેટ ગામે અટલજી સ્મૃતિ રાત્રી ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી શાળા નંબર 6 નાં બાંધકામમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપ રહિશો દ્વારા કરવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ખાતે આવેલી સાર્વજનિક હોસ્પિટલને ૧૪ દિવસ બંધ કરવાનો નિર્ણય લેવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!