નવસારી નગરપાલિકા શિક્ષણ સમિતિ, ગુરુકુલ સુપા, સયાજી વૈભવ લાયબ્રેરી, કબીલપોર કેળવણી મંડળ, સરદાર પટેલ વિઘા સંકુલ, વિદ્યાભારતી ટ્રસ્ટ નવસારી અને સંસ્કૃત ભારતીના સંયુકત ઉપક્રમે નવસારી ટાટા હોલ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સંસ્કૃત સંમેલન-પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષ સાથે નવસારી સાંસદ સી. આર. પાટીલ, નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, પૂર્વમંત્રી મંગુભાઇ પટેલ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ માધુભાઇ કથિરીયા, અશોક ગજેરા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વડોદરા અને નવસારી નગર સયાજીરાવ ગાયકવાડી નગરી કહેવાય છે. બંને નગરી સંસ્કારી નગરી તારીખે ખ્યાતિ મેળવી છે. જેમાં સંસ્કૃત ભાષાના ઉથ્થાન માટે છેલ્લા 37 વર્ષથી કાર્ય કરતી સંસ્કૃત ભારતી પ્રયાસ કરી રહ્યું છે. સંસ્કૃત ભાષા સર્વભાષાની જનની છે. તે સર્વોપરી ભાષા છે.
સંસ્કૃતને દેવભાષા તરીકે ઓળખ મળી છે. સંસ્કૃતભાષા સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે ઉદભવી ઋષિમુનિઓની તપસ્યાનું પરિણામે સંસ્કૃતનું નિર્માણ થયું છે. તમામ ભાષાની જનની છે. તો તેને આપણે પુનઃ જાળવી કેમ ન શકીએ. તે માટે તમામે પ્રયાસ કરવો જોઇએ. આપણા ઋષિમુનિઓ, તપસ્વીઓ, સંસ્કૃત ભાષાના એક એક શબ્દો, તેમના અનુભવોના નીચોડથી અપનાવી છે. આપણા યોગને વિશ્વએ સ્વીકૃતિ આપી છે. કોમ્પ્યુટરને અનુરૂપ ભાષા પણ સંસ્કૃત છે. અંગ્રેજી બોલનારા વિશ્વને બજાર માને છે જયારે સંસ્કૃત બોલનારા વિશ્વને કુટુંબ તરીકે સમજે. સંસ્કૃત જીવનશૈલી છે. આપણને જીવતા શીખવાડે છે. સંસ્કૃત કુદરતી ભાષા છે.
નવસારીના સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, સંસ્કૃત તમામ વ્યકિતઓએ શીખવું જોઇએ પરંતુ આપણે તેને અવગણીએ છીએ. નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, સંસ્કૃત આપણી મૂળ સંસ્કૃતિ હતી. આપણી સંસ્કૃતિ જાળવણી માટે નવસારીની જનતાએ આગળ આવવું જોઇએ. પ્રારંભમાં સયાજી વૈભવ લાયબ્રેરીના મહાદેવભાઇ દેસાઇએ સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકારતા જણાવ્યું હતું કે, ભારત વિશ્વ ગુરુ તરીકે સ્થાન મળ્યું હતું..સૌજન્ય D.B