ગોધરા રાજુ સોલંકી
ગોધરા પાલિકા તંત્ર દ્વારા ગોધરા શહેર અને તેમાં આવેલા વિવિધ વોર્ડ વિસ્તારમાં કરોડોરૂપિયા ના ખર્ચ કરી રાત્રી દરમિયાન નગરજનો હરીફરી શકે તે માટે લાખોરૂપિયા ના ખર્ચે આખા નગરમાં એલઇડી
સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે જ્યારે છેલ્લા કેટલાક સમયથી ગોધરા શહેર ના કેટલાંક વિસ્તારોમાં સવારથી બપોર સુધી લાઇટો ચાલુ હાલતમાં જોવા મળે છે તેના કારણે ગોધરા નગરમાં જાગૃત નાગરિકો મા ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે આજે પણ પંચમહાલ જિલ્લાના ઘણાય ગામડા છે જ્યાં વિજ પુરવઠો નિયમિત રીતે મળતો નથી ત્યારે ગોધરા શહેર માતો ચોવીસ કલાક વિજ પુરવઠો પુરો પાડવામાં આવે છે આજકાલ આમ સમસ્યાઓ પૈકી વીજળી સમસ્યા મોટી સમસ્યા છે ત્યારે સરકાર અને વિજ કંપનીઓ દ્વારા પણ વીજ બચાવ બાબતે જાગૃતતા આવી હોય તેવુ લાગતુ નથી જાણે દિવસ પણ શહેરમાં અંધારુ છવાય ગયુ હોય તેમ તેમને લાગી રહ્યું છે અને સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખવામાં આવે છે એક રીતે જોતા આ રીતે વીજળી નો બચાવ થતો નથી અને પાલિકા તંત્ર વેરાઓના બદલારુપે તેનો ચાર્જ જનતા પાસેથી વસૂલે છે ગોધરા શહેર માં આવેલા ભૂરાવાવ ચાર રસ્તા લાલબાગ બસસ્ટેન્ડ બગીચા રોડ જવાના રસ્તે અને આજુ બાજુ ની સોસાયટીઓમાં નાખવામાં આવેલી એલઇડી સ્ટ્રીટ લાઈટો મોડા સુધી ચાલુ રહેલી હાલતમાં જોવા મળે છે તેના કારણે જાગૃત નાગરિકો મા ભારે કચવાટ જોવા મળી રહ્યો છે આ બાબતે ગોધરા નગર પાલિકા ના સત્તાધીશોને ધ્યાને પડશે ખરી તેવા અનેક સવાલો ગોધરા શહેર ના નાગરિકો ના મનમાં સતાવી રહ્યો છે