વડોદરા: લગ્ન એ દરેક વ્યક્તિની જિંદગીનું સ્વપ્ન હોય છે. લગ્નપ્રસંગને યાદગાર બનાવવા માટે કોઇ લોકો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તો કોઇ વ્યક્તિ સાદાઇથી લગ્ન કરીને પણ લગ્નને પોતાની જિંદગીનો યાદગાર દિવસ બનાવી દેતા હોય છે. જી હા…વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં ચકલીઓ ઉપર પી.એચ.ડી. કરી રહેલા વડોદરાના અલી અસગર વોહરાએ લગ્નમાં આવેલા મહેમાનોને લુપ્ત થઇ રહેલી ચકલીઓને બચાવવાનો સંદેશો આપવા માટે માળા અને પાણી માટેનું બાઉલ ભેટમાં આપીને પોતાના લગ્નને યાદગાર બનાવી દીધા છે.
મહેમાનોને ચકલીઓના માળા અને પાણી પીવા માટેનું બાઉલ ભેટ અપાશે
શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા અને એમ.એસ. યુનિવર્સિટીમાં રિસર્ચ સ્કોલર અલી અસગર વોહરાના નિકાહ મધ્યપ્રદેશના અલીગઢ ખાતેની રહેવાસી રૂકૈયા સાથે બુધવારે થયા હતા. આજે ગુરૂવારે સાંજે આજવારોડ ઉપર આવેલા બુરહાની હોલમાં અલી અસગર વોહરા અને રૂકૈયાના નિકાહ નિમિત્તે રીસેપ્શન છે. આજે રિસેપ્શનમાં વડોદરા સહિત મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાંથી આવનાર મહેમાનોને લુપ્ત થતી ચકલીઓના માળા અને ચકલીઓ માટે પાણી પીવા માટેનું બાઉલ ભેટમાં આપવામાં આવશે. અને મહેમાનોને ચકલીઓ બચાવવા માટેનો સંદેશો આપવામાં આવશે.
અલી અસગર વોહરા હાલ કરી રહ્યાં છે ચકલીઓ પર પી.એચ.ડી
એમ.એસ. યુનિવર્સિટીમાં ઝુઓલોજી ડિપાર્ટમેન્ટમાં ચકલીઓ ઉપર પી.એચ.ડી. કરી રહેલા અલી અસગર વોહરાએ જણાવ્યું હતું કે, ચકલીઓ મારા જીવ કરતા પણ વધારે પ્રિય છે. હું છેલ્લા 8 વર્ષથી શહેરમાં લુપ્ત થતી ચકલીઓ ઉપર કામ કરી રહ્યો છું. 3 વર્ષ પૂર્વે સર્વે કર્યો હતો. જેમાં ઓબ્ઝર્વેશન કર્યું હતું. જેમાં વધુ પ્રમાણમાં ચકલીઓ શાહુટોટ નામના વૃક્ષ ઉપર વધુ રહે છે. અને માળા બનાવે છે. આ ઉપરાંત શહેરના જુના વિસ્તારો જેવા કે, યાકુતપુરા, વાડી, પાણીગેટ, છીપવાડ જેવી પોળોમાં વધુ જોવા મળી હતી..સૌજન્યD.B