વડોદરાઃ ગોવાના કલંગુત ખાતે યોજાનારી હાઇપ્રોફાઇલ પાર્ટીમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવા જતાં વડોદરાના યુવકને ગોવા પોલીસે રૂા. 1 લાખના ચરસ અને રૂા. 30 હજારની કિંમતના કોકેન સાથે બુધવારે મોડી રાતે ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે કલંગુત પોલીસના પી.આઇ જીવબા દલવીએ વાત કરતા જણાવ્યું હતુ કે, બાતમી મળી કે બુધવારે મોડી રાત્રે એક યુવક કલંગુત એન્થોની ચાપલ નજીકના ગૌરાવડાે પાસેથી ડ્રગ્સનો જથ્થો લઇને પસાર થનાર છે.
બાતમીના આધારે પોલીસ વોચ ગોઠવી પ્રણવ ઘનશ્યામભાઇ પટેલ (રહે. અકોટા, અશોક એપાર્ટમેન્ટ,વડોદરા)ની અટકાયત કરી તપાસ કરતા તેના ખિસ્સામાંથી ચરસ અને કોકેનનો જથ્થો મળી આવ્યો હતો.પ્રણવ કેટલા સમયથી ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાયો છે ω ડ્રગ્સનો જથ્થો કોનીપાસેથી લઇને ક્યાં પહોંચાડવો હતો ω તેમજ આ ડીલેવરી કરવા માટે તેને કેટલી રકમ ચુંકવવામાં આવી છે ω ગોવામાં આગામી સમયમાં ક્યાં સ્થળે હાઇપ્રોફાઇલ પાર્ટી યોજાનાર છે, તેવા અનેક સવાલોની પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા સ્થિત પ્રણવના માતા પિતાને પોલીસે જાણ કરતા તેઓ ગોવા જવા રવાના થયા હતા.
હાઇપ્રોફાઇલ પાર્ટીનો કોન્ટ્રાકટ લીધો હતો
પ્રણવ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી ગોવાના અનજુના વિસ્તારમાં જૂદી જૂદી રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. દરમિયાન તે ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાયેલા લોકોના સંપર્કમાં આવ્યો હતો. અને આગમી ટુંક સમયમાં યોજાનારી હાઇપ્રોફાઇલ પાર્ટીમાં ચરસ અને કોકેન પુરુ પાડવા માટે તેને કોન્ટ્રાક્ટ લીધો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ…સૌજન્ય D.B