Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ સ્ટેશને યાત્રીની બેગ ટ્રેનમાં રહી ગઇ, આરપીએફે પરત કરી

Share

 
ઉત્તર પૂર્વ દિલ્હીના કરાવલ નગર સ્થિત શ્રીરામ કોલોનીમાં રહેતા તકી શકીલ મંસૂરી ગુરૂવારે અગસ્ત ક્રાન્તિ રાજધાની ટ્રેનમાં દિલ્હીથી વાપી સુધી મુસાફરી કરી રહ્યા હતા. સવારે 8.10 કલાકે જ્યારે ટ્રેન વલસાડ સ્ટેશને પહોંચતા તકી મંસૂર ચા પીવા માટે નીચે ઉતરી ગયા હતા. જોકે, ટ્રેન રવાના થઇ જતા તેઅો તેમના રીઝર્વેશન કોચમાં બેગ ભુલી ગયા હતા. આ અંગે તાત્કાલિક તેમણે આરપીઅેફના હેલ્પ લાઇન નંબર 182 ઉપર કોલ કરીને જાણ કરી હતી. વાપી સ્ટેશને ટ્રેન પહોંચતા જ આરપીએફના એએસઆઇ સુનિલ સિંહે ટ્રેન અને કોચ નંબર એટેન્ડ કરીને યાત્રીની ભુલી ગયેલી બેગ કબજે લીધી હતી. જોકે, ત્યારબાદ યાત્રીને બેગ પરત કરી હતી. યાત્રીના જણાવ્યા મુજબ બેગમાં જરૂરી દસ્તાવેજ તથા સામાન મળીને કુલ 12 હજારની મત્તા હતી.સૌજન્ય

Advertisement

Share

Related posts

સુરત ખાતે આદિવાસી સમાજની દીકરી સાથે બનેલ ઘટના બાબતે મૂળનિવાસી એકતા મંચ દ્વારા કરજણના મામતલદારને આવેદનપત્ર પાઠવાયુ

ProudOfGujarat

માંગરોળ : મોસાલી ચાર રસ્તા નજીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું બે દિવસની સારવાર બાદ મોત.

ProudOfGujarat

💫 _સુરેન્દ્રનગર *જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી* દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં *દારૂ જુગારની બદી સદંતર નાબૂદ* કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ….._

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!