નવી દિલ્હી: નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલના વધતા ભાવો વચ્ચે નાણા મંત્રી અરુણ જેટલીએ આજે એક મોટી જાહેરાત કરી. અરુણ જેટલીએ કહ્યું કે કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી પર 1.5 રૂપિયા સુધીનો ઘટાડો કરશે. જ્યારે ઓઈલ કંપનીઓ પણ પ્રતિ લીટર પેટ્રોલ ડીઝલ પર 1 રૂપિયો ઓછો કરશે. તેનાથી ગ્રાહકોને પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટર 2.50 રૂપિયાનો ફાયદો થશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકારોને પણ 2.50 રૂપિયા સુધીનો વેટ ઓછો કરવાની ભલામણ કરીશું…
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કરી જાહેરાત
કેન્દ્રની ટેકસ ઘટાડવાની અપીલને પગલે ગુજરાતે પણ ટેક્સ ઘટાડયો હતો..જેમાં કેન્દ્ર અને રાજય સરકારના અઢી -અઢી રુપિયાનો ઘટાડો થતા પેટ્રોલ અને ડિઝલમાં 5 રુપિયાનો ઘટાડો થવા પામ્યો છે..
આજે બપોરે નાણામંત્રી અરુણ જેટલી એ પ્રેસ કોન્ફરન્સ યોજી આપી હતી જાણકારી…
પેટ્રોલ ડીઝલના વધતા ભાવો વચ્ચે નાણા મંત્રી અરુણ જેટલી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે. નાણામંત્રીએ કહ્યું કે બ્રેટ ઓઈલ આજે 86 ડોલર પ્રતિ બેરલનું સ્તર પાર કરી ગયું છે જે 4 વર્ષનું સર્વોચ્ચ સ્તર છે. નાણામંત્રીએ આ દરમિયાન મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 2.50 રૂપિયાની કુલ રાહત આપી છે.