Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ગોધરા શહેરની HDFC બેંક પાસેથી એક્ટિવાની ડેકીમાંથી અઢી લાખની રોકડ રકમની ઊંઠાતરી… જુવો સીસીટીવી

Share

POG.COM EXLUSIVE

Advertisement

ગોધરા, રાજુ સોલંકી

ગોધરા શહેરમા દિનપ્રતિદીન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.ગોધરા શહેરની
એચડીએફસીબેંક પાસે એક વેપારી પોતાની એકટીવા પાર્ક કરી નજીકના મેડીકલ સ્ટોરમા દવા લેવા ગયો હતો.જેનો લાભ લઇ અજાણ્યા ઇસમોએ તે એકટીવાની ડેકીમાંથી અઢી લાખની રોકડ રકમની ઊંઠાતરી કરી ફરાર થઇ જતા સનસનાટી મચી જવા પામી હતી.

મળતી વિગતો અનુસાર ગોધરા શહેરના વેપારી મુકેશ ખીમાણી વિજયાબેંકમાથી અઢી લાખ રુપિયા રૌકડ ઊપાડી લઇને પોતાની એક્ટિવા ગાડીની ડીકીમાં મુકીને એચડીએફસી બેંક પાસે આવીને એક મેડીકલ સ્ટોર પાસે દવા લેવા ગયા હતા .તે સમયે તેમની ડીકીમાં મુકેલ અઢી લાખ રુપિયાની રોકડ કોઈ અજાણ્યા શખ્શોએ ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા હતા.લોકોની અવરજવર વાળા વિસ્તારમાંથી રૂપિયાની ઉંઠાતરી ની ઘટના બનતા ભારે ચકચાર મચી જવા પામી હતી.હજી ગતરોજ આ ચિત્રાસિનેમાની બાજુમા જ આવેલા કલાલ દરવાજા પાસે યુવતીને ઉંઠાંતરીની ઘટના બનવા પામી હતી.
આ બાબતે વેપારીએ પોલીસ ફરિયાદ નોધાવા તજવીજ હાથ ધરી છે.આ ઘટનાના Exlusive
CCTV ફુટેજ POG.COM પાસે મોજુદ છે.જેમા બે શખ્શો ડેકીમાથી પૈસા લઇ જતા દેખાય છે.અહી આમ જનતા પણ દેખાઇ રહી છે પણ કોઈ ધ્યાન આપવાની તસ્દી લેતુ નથી.આમ ગોધરા શહેરમાં બીજા દિવસે જાણે પોલીસને પડકાર ફેકનારી ઘટના બની હોય તેમ લાગી રહ્યુ હતુ.


Share

Related posts

લીંબડીનાં યુવાન કલ્પેશ વાઢેરને અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિએ એવોર્ડ એનાયત કર્યો.

ProudOfGujarat

જી.એસ.એફ.સી પાલેજ ડેપોનાં એક્ઝિક્યુટીવે 9 લાખ ૬૩ હજાર કંપનીમાં જમા નહીં કરાવતા ઉચાપતની ફરિયાદ દાખલ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : કોંગ્રેસનાં આગેવાનો વિરોધ પ્રદર્શન કરે એ પૂર્વે જ પોલીસે અટકાયત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!