::-એક તરફ ભરૂચ શહેર માં ટ્રાફિક ના નિયમોનું પાલન થતું હોય તેમ શહેર માં રોજ થતા ટ્રાફિક પર થી લાગી રહ્યું નથી..બીજી તરફ શહેર ના માર્ગો ઉપર ટ્રાફિક ની વિકટ સમસ્યા બનતી દેખાઇ રહી છે..તો બીજી તરફ ટ્રાફિક ના તમામ નિયમોને ખીસ્સા માં મૂકી તંત્ર ની રહેમનજર હેઠળ ઘેટા બકરા ની જેમ પેસેન્જરો ભરી ભરૂચ.દહેજ.અને ભરૂચ. આમોદ તેમજ જંબુસર તરફ ઇકો કાર.મારુતિ વાન અને તુફાન ગાડીઓ બિન્દાશ અંદાજ માં દોડી રહી છે.. બાયપાસ ચોકડી પોલીસ મથક ની સામે જ જાણે કે આ ગેરકાયદેસર દોડતા વાહનોને છૂટોદોર આપી દિધો હોય તેમ સ્પષ્ટ પણે ઘેટા બકરા ની જેમ બેસાડવામાં આવતા પેસેન્જરો ઉપર થી કહી શકાય તેમ છે…
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ અને આર ટી ઓ વિભાગ જાણે કે નરી આંખે જોવાતા આ દ્રશ્યો પણ કોઇ કારણોસર ન જોતા હોય તેમ લાગી રહ્યું છે..કારણ કે આજે પણ વહેલી સવાર થી મોડી સાંજ સુધી બિન્દાશ અંદાજ માં આ પેસેન્જર વાહનો પોલીસ ખાતા ની રહેમનજર હેઠળ ધમધમી રહ્યા છે…અને કોઇ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે..તો બીજી તરફ બેફામ અને બેરોકટોક અંદાજ માં કોઈક ના આશીર્વાદ મેળવી ગેરકાયદેસર વાહનો ઉભા રાખતા વાહન ચાલકોની લૂખી દાદાગિરી કરતા હોવાના બનાવો પણ આજકાલ ચર્ચામાં આવ્યા છે..જેમાં તાજેતરમાં થોડા દિવસ અગાઉ એક શખ્સ ને આ વાહન ચાલકોએ ધાકધમકી આપી માર માર્યો હોવાની બાબત પણ લોકોમાં ચર્ચાઈ રહી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર બાબત પોલીસ વિભાગ ની જાણ માં હોય છે તેમ છતાં આ પ્રકાર ના ફરતા ગેરકાયદેસર વાહનોને પોલીસ વિભાગ ડિટેન કે દંડ કરવામાં માનતું નથી..કારણે કે પોલીસ ખાતા ને પહોંચાડવા પૂરતું આ ગેરકાયદેસર વાહનોના મુખ્યા વહીવતદાર દ્વારા પહોંચતું હોવાની ચર્ચાઓ પણ પોલીસ ની ઢીલી નીતિ અને બેફામ બનેલા ગેરકાયદેસર વાહનો હંકારતા આ વાહન ચાલકોના કવરેજ કરવા દરમિયાન લોકો વચ્ચે ચર્ચાઈ રહેલી ચર્ચા માંથી જાણવા મળ્યું હતું..આશા રાખીએ કે કુંભકરણ ની નિંદ્રામાં રહેલું ભરૂચ નું ટ્રાફિક વિભાગ તુરંત એક્શન માં આવી આ પ્રકારે લોકોના જીવ જોખમ માં મૂકી નિયમો કરતા વધુ પેસેન્જરો ભરી વહન થતા વાહનોને કાયદાના નિયમોમાં લાવે તે જ આજ ના સમય ની માંગ છે..નહીતો કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના ની નીતિમાં ન કરે અને કોઈ અકસ્માત ની ઘટના બને અને સામાન્ય લોકો જીવ ગુમાવે તો જવાબદારી કોની એ બાબત કદાચ આ રિપોર્ટ ને નિહાણી તંત્રએ મંથન કરી એક્શન ની ભૂમિકામાં આવું પડશે તેવી લોક હાલ તો ઉઠવા પામી છે….