Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

Share

 
સૌજન્ય-D B-અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર મલ્ટિપલ ગેમ સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિન્થેટિક વોક-વે, જોગિંગ ટ્રેક બનાવવા કવાયત હાથ ધરાઈ રહી છે. એનઆઈડીથી ડો. આંબેડકર બ્રિજના વિસ્તારમાં તૈયાર થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કબડ્ડી, સ્કેટિંગ રિંગ, ખો-ખો, ટેબલ ટેનિસ, બાસ્કેટ બોલ, સ્વીમિંગ પૂલ, વોલી બોલ, ક્રિકેટ, જિમ્નેશિયમ સહિતની સુવિધાઓ ઉભી કરાશે.

એનઆઈડીથી આંબેડકર બ્રિજ વિસ્તારમાં બનશે, સ્વિમિંગ પૂલ પણ ઊભો કરાશે

Advertisement

રિવરફ્રન્ટના પૂર્વ કિનારે શાહપુર વિસ્તાર નજીક આવેલી માસ્તર કોલોની પાસેની જગ્યામાં પણ નાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની હિલચાલ હાથ ધરાઈ છે. આમ, નજીકના ભવિષ્યમાં શહેરીજનોને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નવું નજરાણું મળશે.
મ્યુનિ. દ્વારા કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં લાખો હેક્ટર જમીન સંપાદન કરાશે. મ્યુનિ.ના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સંપાદિત થનારી જમીન પૈકી 85 ટકા જમીનનો જાહેર હેતુ માટે ઉપયોગ કરાશે. રિવર ફ્રન્ટની પશ્ચિમ બાજુએ એનઆઈડીથી ડો. આંબેડકર બ્રિજ સુધીના એરિયામાં અદ્યતન સુવિધા સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સિન્થેટિક વોક-વે, જોગિંગ પાર્ક બનાવાશે. મેયર બિજલ પટેલ અને નેતા અમિત શાહના પ્રયાસોને ધ્યાનમાં લઈને રમત ગમત સંકુલ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન થયા છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્કેટ બોર્ડીંગ બનાવાશે, ટેનિસ બેડમિંગ્ટન, ક્રિકેટ, જેવી આંતરરાષ્ટ્રીય રમત ગમત ઉપરાંત દેશી અને તળપદી રમતોને પ્રોત્સાહન મળે તે હેતુસર અલગ ‘મડ પીટ’ બનાવાશે.

બાળકો, વડીલો માટે અલગ વ્યવસ્થા
આ નવા બનનારા રમત ગમત સંકુલમાં 5 વર્ષ સુધીના નાના બાળકો માટે પણ રમત ગમતના સાધનો, હીંચકા, લપસણી, વગેરે સાધનો મૂકાશે તેમજ વધુ ઉંમરના લોકો અને વડીલોને બેસવા માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવશે…


Share

Related posts

ભરૂચ જીલ્લા પંચાયત ની દેવલા બેઠક ની પેટા ચૂંટણી માં કોંગ્રેસ ના ઉમેદવાર નો ભવ્ય વિજય થતા સમર્થકો માં ઉત્સાહ નો માહોલ છવાયો હતો……..

ProudOfGujarat

નેત્રંગ વનવિભાગેે ખેરનાં લાકડાની ગેરકાયદેસર ફેરાફેરી કરતાં આઇસર ટેમ્પાને પકડી પાડયો.

ProudOfGujarat

વાંકલની સરકારી કોલેજ સામે નવા બનાવેલ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન થાય તે પહેલા અસામાજિક તત્વોએ પંખાને નુકસાન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!