ગોધરા, રાજુ સોલંકી
ખાદી પહેરવાના ગાંધીજી હિમાયતી હતા. સ્વદેશી ચીજવસ્તુઓના તે પણ આગ્રહી હતા.2 જી ઓક્ટોમ્બર ગાંધીજયંતીથી આગામી 31 ડીસેમ્બર સુધી 30 ટકા વળતરની જાહેરાતને કારણે ગોધરા શહેરના ખાદીકેન્દ્રો ઉપર ગ્રાહકોનો ધસારો
જોવા મળી રહ્યો છે.આમ તો હવે લોકો પોલીસ્ટર, સુતરાઉ કાપડ જ પહેરે છે.પણ ખાદીની પણ બોલબાલા વધી રહી છે.
આજે પણ યુવાથી માંડીને સીનીયર સીટીજન વર્ગ પણ ખાદી પહેરે છે.
બીજી ઓક્ટોમ્બર ગાંધી જયંતી આવતા વળતર આપવામા આવે છે.જેમા આ વર્ષે ગુજરાત સરકાર દ્રારા 30 ટકા વળતર જાહેર કરવામા આવ્યુ છે.જીલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલો પંચશીલ ખાદીભવન વિવિધ ખાદીના કાપડ સહિતની સ્વદેશી ચીજવસ્તુઓનુ વેચાણ કરે છે.30 ટકા વળતર જાહેર ગાંધીજંયતીના દિવસે થતા ગોધરાવાસીઓનો ધસારો આ ખાદીકેન્દ્ર પર જોવા મળી રહ્યો છે.અને ખાદીના કાપડથી વિવિધ વેરાયેટીઓનીં ખરીદી થઈ રહી છે.હાલ અહી ખાસ કરીને ગુજરાત ખાદી પર 30 ટકા,ગરમખાદી પર દસ ટકા,પરપ્રાન્તિય ખાદી પર 10 ટકા અને રેશમી ખાદી પર 10 ટકા વળતર આપવામા આવી રહ્યુ છે.જેમા
ગોધરા શહેરના ભાજપના અગ્રણી ગૌરીબેન જોષી તેમજ મોરવા હડફના પુર્વ ધારાસભ્ય – નિમીષાબેન સુથારે ખાદીની ખરીદી કરી હતી.ખાદી કેન્દ્રના સંચાલકો પણ સારી એવી ઘરાકી જોવા મળતાખુશખુશાલ જોવા મળી રહ્યા છે.