Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના સરદાર નગર ખંડ ખાતે આશ્રમ ભજનાવલીનો કાર્યક્રમ યોજાયો

Share

 

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

ગોધરા ખાતે જિલ્‍લા કક્ષાના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્‍યાં હતાં. સ ભારત સરકારના આદિજાતિ વિભાગના મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્‍થિતિમાં આશ્રમ ભજનાવલીનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.
સ્‍થાનિક કલાકારોમાં શ્રી બહાદુરભાઇ ગઢવી, સોનાલીબેન અને મહેમુદભાઇ દ્વારા પૂજ્ય બાપુને ગમતા ભજનો અને આશ્રમમાં ગવાતા ભજનો સાથે ભક્ત કવિ નરસિંહ મહેતાની પદાવલીઓ, દુલા ભાયા કાગની કવિતાઓ અને રાષ્‍ટ્રિય શાયર મેઘાણીની કવિતાઓનો શ્રોતાઓને રસાસ્‍વાદ કરાવ્‍યો હતો.
ગોધરાના સરદાર નગરખંડ ખાતે યોજાયેલા ભજનાવલીના આ કાર્યક્રમમાં સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, ધારાસભ્‍ય શ્રીમતી સુમનબેન ચૌહાણ, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, જિલ્‍લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલ, પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ, નાયબ વન સંરક્ષક શ્રી અંશુમાન શર્મા, જિલ્‍લા- તાલુકાના પદાધિકારીઓ, જિલ્‍લાના અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યાં હતાં.


Share

Related posts

ઝઘડિયાના રાયસીંગપુરા ગામે આદિવાસી યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર.

ProudOfGujarat

નર્મદા ઝોન સમિતિ દ્વારા વિવિધ રજુઆતો કરવામાં આવી…..ગ્રામ પંચાયતોને 15 માં નાણાંપંચનાં લાભો આપવા માંગ…

ProudOfGujarat

અંકલેશ્વર ની ચકચારી લૂંટ માં મનસુખ રાદડિયા પાર આઈ ટી નો સકજો…. જી આઈ ડી સી નોટીફાઈડ એરિયા પાસે સ્થાવર મિલકતો ની તપાસ લૂંટ ની રકમ અચાનક ઘટી શી રીતે ગઈ તેની પણ તપાસ..!!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!