ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામા શહેરા તાલુકા મથક ખાતે આવેલુ અને ૧૨૩ એકરમા ફેલાયેલુ તળાવનુ નગરપાલિકા દ્રારા આગામી સમયમા અંદાજીત પાંચ કરોડના બ્યુટીફીકેશન કરવાની તૈયારી કરવામા આવનાર છે.
પંચમહાલ જીલ્લાના શહેરામાં નગરનુ મુખ્ય તળાવ આવેલુ છે.હાલ આ તળાવમાં જગંલી વનસ્પતિ જળકુંભીનુ સામ્રાજ્ય વ્યાપી ગયુ છે.અને તેમા કચરાના પણ ઢગ જોવા મળી રહ્યા છે.હવે આ તળાવનું અંદાજીત ચાર કરોડના ખર્ચે બ્યુટીફિકેશન હાથ ધરવામા આવનાર છે.તેમા બોટીંગ, તેમજ તળાવની આસપાસ રેલીંગ, બાંકડા,તેમજ લાઇટીંગની સુવિધા કરવામા આવનાર છે.હાલ તેની માટે ઇજારા સહિતની પ્રકિયાઓ પણ હાથ ધરી દેવામા આવી છે.આ તળાવનુ બ્યુટીફીકેશન થવાથી શહેરાના નગરવાસીઓને એક સુંદર સહેલગાહનુ સ્થળ મળશે.કારણ કે હાલ શહેરા નગરમાં બગીચાની સુવિધા ન હોવાથી પણ નાગરિકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.ત્યારે નગરપાલિકા હવે તળાવનુ બ્યુટિફીકેશન થવાથી શહેરાનગરને એક સારુ પિકનીક સ્પોટ મળી રહેશે તેમા બેમત નથી.