ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે આગામી આસો નવરાત્રિના પર્વ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફીક નિયમન યોગ્ય રીતે જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા તેમને મળેલ અધિકારની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે પાવાગઢમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર
પ્રતિબંધનો જાહેર હુકમ કરવામાં આવ્યો છે. હુકમ મુજબ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા ટીમ્બી ત્રણ રસ્તાથી અને ધનકુવા ચોકડીથી તા. ૧૦/૧૦/૨૦૧૮ થી તા. ૨૪/૧૦/૨૦૧૮ (બંન્ને દિવસો સહિત) સુધી પાવાગઢમાં ભારે વાહનો પ્રવેશી શકશે નહી. આ હુકમનું ઉલ્લંધન કરનાર કાયદાકીય જોગવાઇ આઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
Advertisement