જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જૈન સમાજના ચારેય ફિરકાના અઠ્ઠાઇ અને અઠ્ઠાઇ ઉપર તપસ્યા કરનાર આણંદ, બોરસદ, વિદ્યાનગર તથા પેટલાદના તપસ્વીઓનો સન્માન કાર્યક્રમ આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિજય મુકિતચંદ્રવિજયજી તથા વિજય મુનિચંદ્રસૂરીશ્વરજીએ આર્શીવચન પાઠવ્યા હતા. તપસ્યા કરનાર 280 તપસ્વીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આણંદ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સ્ટેરિંગ કમિટીના રમેશચંદ્ર શાહે સ્વાગત પ્રવચન કર્યુ હતું.તેમજ આણંદના પ્રમુખ મૌલિન શાહે જેઆઇઓની પ્રવૃતિ અંગેની માહિતી આપી હતી.ત્યારબાદ આણંદ જેઆઇઓ ચેપ્ટરના ચેરમેન તરીકે ભરતભાઇ ડી.શાહ તથા વાઇસ ચેરમેન વિપુલભાઇ જે શાહની નિમણુંક કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઓલ ઇન્ડિયા જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ઘેવરચંદજી બોહરા, ડૉ.જીગીષાબેન શેઠ, લલિત.પી.જૈન, અશોકજૈન, રાજકમલભંડારી, મયુરભાઇ ગાલા અને રાજુભાઇ હાજર રહ્યાં હતા.સૌજન્ય D.B