સૌ-D.B સુરત: છેલ્લા 36 કલાકમાં હવસના ભૂખ્યા શેતાનોએ નશામાં 4 બાળકીઓને પીંખી નાખતા હવે સ્માર્ટ સીટી સુરત જાણે બળાત્કારીઓનું શહેર બની ગયું હોય એવુ લાગી રહયું છે. અઠવાલાઈન્સ પોલીસની બરાબર સામે આવેલા ગાંઘીબાગમાં ચરસીએ 12 વર્ષની માસુમ બાળકીને માર મારી બળાત્કાર કર્યો હતો. બળાત્કારની ફરિયાદ બાદ પોલીસે નરાધમની ધરપકડ કરી છે.
36 કલાકમાં 4 બાળકી પીંખાઈ, પોલીસે નરાધમની ધરપકડ કરી
શહેરના જમરૂખગલીમાં રહેતા 24 વર્ષીય ચરસીએ મોહમદ ઈસામ હનીફ શેખએ 12 વર્ષની માસુમ બાળકી પર રેપ કરી પેટ અને મોઢાના ભાગે બચકા ભરી ધમકાવી હતી. મોડીરાત્રે બાળકી ઘરે જઈ તેની માતાને એવુ કહ્યું કે ઈસામ તુમ કો માર ડાલેગા, નરાધમની હરકતોની બાળકીએ વાત કરતા માતા ચોંકી ઉઠી હતી. માતાએ અઠવાલાઈન્સ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે નરાધમ મોહમદ ઈસામ હનીફ શેખની સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરી છે. બળાત્કારી અગાઉ મોબાઈલ અને વાહનચોરીમાં લાજપોર જેલમાં પણ જઈ આવ્યો.
બંને દુષ્કર્મના કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવાશે: રૂપાણી
શહેરના ડિંડોલીની બે ફુલસમી 5 વર્ષીય બાળકીને નરાધમોએ પીંંખી નાંખી મરણતોલ સ્થિતિમાં ઝોંકી દીધી, આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી મુક્યું છે ત્યારે કેબલ સ્ટેઈડ બ્રિજના ઉદ્ધઘાટન માટે આવેલા રાજ્યના મુખ્યમંત્રીએ બે બાળકી પર દુષ્કર્મનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે, આ જઘન્ય કૃત્યમાં સંડોવાયેલા કોઈ ને છોડાશે નહીં તેમ સંજીવકુમાર ઓડિટોરીયમ હોલ ખાતે જણાવ્યું છે.