અમદાવાદ: ગુજરાત સહિત 20 રાજ્યના લોકોને નોકરી અને લોન આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઇ કરનાર દિલ્હી અને નોઇડાના વિઝન ઇન્ડિયા તથા સ્માર્ટ કેરિયર સોલ્યુશન નામના કોલ સેન્ટરમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 22 યુવતીઓ સહિત 35 લોકોની 2 ગુનામાં ધરપકડ કરી છે. પોલીસે અમદાવાદના 2 લોકો સાથે ઠગાઇ કરનાર તમામ આરોપીઓને અરજન્ટ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.સરખેજમાં રહેતા ભેરૂલાલ માખીજા વિઝન ઇન્ડિયા ન્યૂ દિલ્હીથી વિવિધ નંબરોથી ફોન આવતા હતા.
જેમાં પ્રીતસિંગ, અંકિતા જૈન અને મનોજ ભેરૂલાલને રૂ. 2 લાખની લોન આપવાની લાલચ આપતા હતા. ઠગ ટોળકીની વાતમાં આવી ગયેલા ભેરૂલાલ પાસેથી આરોપીઓએ લોનની પ્રોસેસિંગ ફી પેટે રૂ.34,190 બેંક એકાઉન્ટમાં ભરાવડાવી ઠગાઇ કરી હતી.જૂના વાડજમાં રહેતા વિશાલ માખીજાને સ્માર્ટ કેરિયર સોલ્યુશનમાંથી જેટ એરવેઝમાં કેબિન ક્રૂ માટે સિલેક્શનના નામે રૂ.16 હજાર બેંકમાં ભરાવી ઠગાઇ કરી હતી. આ બન્ને ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાંચે દિલ્હી-નોઇડાના કોલસેન્ટર પર રેડ પારી 35ની ધરપકડ કરી હતી.
તમામ આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર મોકલી અપાયા
પકડાયેલા 35 આરોપીઓ પાસેથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 4- લેપટોપ, 27- મોબાઇલ, 22- મોનિટર, 22- સીપીયુ, 5 – વાઇફાઇ રાઉટર, 2- સીમકાર્ડ, 3-રજિસ્ટર, 5 -હેન્ડ ડાયરી, 3- રબ્બર સ્ટેમ્પ કબજે કર્યા છે…સૌજન્ય.D.B