ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા લવયાત્રીના ફિલ્મના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ફીલ્મને રીલીઝ થતી અટકાવવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દેશ અને ગુજરાતમાં ફિલ્મ લવરાત્રિ નામનો વિરોધ થતા તેનું નામ બદલીને લવયાત્રી કરવામાં આવ્યું હતું.પરંતુ ફિલ્મનું નામ બદલવાથી ફિલ્મનો હેતુ, ડાયલોગ,ગીતો, પરિવર્તન થતું નથી. માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રિમાં ગવાતા ગરબા(ગીત )રમતા (રાસ) ગરબાનો મજાક બનાવમાં આવ્યો છે.અધ્યાત્મક ને વ્યભિચાર સાથે સરખવામાં આવ્યા હોવાના આક્ષેપ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે. ફિલ્મ રિલીઝ થવાથી હિન્દૂ સમાજની લાગણી દુભાઈ તેમ છે.જેથી ફિલ્મને સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ કાર્યકરોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી.