અમદાવાદ: 2 જી ઓક્ટોબર 1869 ના રોજ એક એવા મહાપુરૂષે જન્મ લીધો હતો કે, જેઓના જન્મ બાદ અંગ્રેજોની વાટ લાગી ગઈ હતી. ગાંધીજી સતત પ્રવાસના કરાણે લોકો પત્ર પર સરનામાની જગ્યાએ, ગાંધીજી, જ્યાં હોય ત્યાં પત્રમાં લખતા હતા. ગાંધીજી માત્ર ધોતી, ખેંચ અને હાથમાં લાઠી લઈ અંગ્રેજોને ભારત છોડાવવા માટે અનેક આંદોલનોની ચળવળો અહીન્સાના માર્ગે શરૂ કરી હતી.
અમેરિકા, બ્રિટન, પાક., ઇરાન સહિત 100થી વધારે દેશોમાં ગાંધી સ્ટેચ્યૂ, દેશમાં 640 જિલ્લામાં ગાંધી રોડ
દેશના તમામ જિલ્લા, શહેરો અને 100થી વધુ દેશોમાં ગાંધીજીની પ્રતિમા છે. ગાંધીના વિરોધી ગણાતા ઝીણાના પાકિસ્તાન અને જેમને બાપુએ દેશ છોડવાની ફરજ પાડી એ અંગ્રેજોના દેશની સંસદની બહાર પણ ગાંધીનું સ્ટેચ્યુ છે. આ જ દેશના વડાપ્રધાન ચર્ચિલે ગાંધીને નગ્ન ફકીર કહ્યા હતા.
– પટનામાં ગાંધીની વિશ્વની સૌથી ઊંચી 72 ફૂટની પ્રતિમા છે.
– ભારતમાં 640 જિલ્લાના રસ્તાઓ-સ્કૂલોને ગાંધીજીનું નામ અપાયુ છે. અને વિશ્વના 70 દેશોના 250 શહેરોના રસ્તા પણ ગાંધીના નામે છે.
રોજ 200 દેશના લોકો ગાંધીને સર્ચ કરે છે
આજે પણ ઇન્ટરનેટ પર દરરોજ સરેરાશ આઠ હજાર લોકો ગાંધીજી વિશે સર્ચ કરે છે. આ લોકોમાં માત્ર ભારતનો જ નહીં પણ દુનિયાભરના 200 દેશોનો સમાવેશ થાય છે. એ જ રીતે ગાંધીજીના આત્મકથા ‘સત્યના પ્રયોગો’ આજે પણ બેસ્ટ સેલર માનવામાં આવે છે.
નોટ: પહેલીવાર 1969માં નોટ પર બાપુ, 1996થી ગાંધી સિરિઝ શરૂ કરવામાં આવી
પહેલીવાર 1969માં ગાંધી નોટ પર જોવા મળ્યા. એ વર્ષે તેમની જન્મ શતાબ્દી હતી. નોટ પર તેમના ફોટોની પાછળ સેવાગ્રામ આશ્રમ હતો. ઓક્ટો.1987માં ગાંધીની તસવીરવાળી પાંચસોની નોટ આવી. 993માં RBIની ભલામણ બાદ 1996માં ગાંધી સિરિઝની નોટ શરૂ થઈ. એક રૂપિયાની નોટને બાદ કરતા બધી નોટ પર ગાંધીની તસવીર છપાય છે.
ગાંધી વિશ્વમાં અેકમાત્ર વ્યક્તિ, જેમના પર 150 દેશોમાં ટિકિટ
બાપુ વિશે વિશ્વનાં 150 દેશોએ ટપાલ ટિકિટ બહાર પાડી છે. ભારત પછી સૌથી પહેલા અમેરિકાએ ગાંધી વિશે ટિકિટ બહાર પાડી હતી. 1969માં જન્મશતાબ્દીએ 40 દેશોએ એકસાથે તેમના વિશે ટપાલ ટિકિટ જારી કરી હતી. ભારતમાં ગાંધીજી પર 48 પ્રકારની ટિકિટો બહાર પાડવામાં આવી છે..સૌજન્ય D.B