Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાના દાંડિયામાં કોમી એકતાનો સૂર : ગોધરા શહેરમાં મુસ્લિમ કારીગરો દ્વારા મહામહેનત બાદ રંગબેરંગી દાંડિયાઓને આકાર આપીને સમગ્ર ગુજરાતના ખૂણેખૂણામાં મોકલી રહ્યાં છે રાશ દાંડિયાની રમઝટ બોલાવતા ગરબા રસિકો માટે ઓછા નફો રળી લઈને પણ ધંધો કરે છે

Share

ગોધરા રાજુ સોલંકી
ગુજરાત રાજ્યમાં નવલી નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે યુવક યુવતીઓ અત્યારથી જ ટ્રેડિંસનલ પહેરવેશની પણ તૈયારી ઓમાં જોતરાઈ ગયા છે નવરાત્રીએ દાંડિયાની રાસ રમતા યુવાહૈયા મન મૂકીને ગરબે ઝૂમે છે પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આ નવરાત્રીમાં પોતાના સાથી મિત્રો સખીયો સાથે દાંડિયાની રમઝટ રમાડવા ગોધરાના મુસ્લિમ કારીગરોની મહેનત રંગ લાવે છે ગોધરા શહેર આમ તો સમગ્ર વિશ્વમા ક્રમે પ્રખ્યાત થઈ ગયું છે ગોધરાની ગરિમાને બદનામ થતાં અનેકો તર્કવિતર્કો લોકોના મનમાં ઘુસી જવા પામ્યા હતા પરંતુ સત્ય બહાર આવીને જ રહે છે તેમ ગોધરાની છબી હાલ લોકોનાં મનસપટ પર સંપૂર્ણ સ્વચ્છ રીતે ઉભરી આવી છે ગોધરાની ખરડાયેલી છબી એ ભૂતકાળ બની ગયો છે ગોધરા શહેર એ કલાવારસા
ની નગરી છે નવલી નવરાત્રી એ દરેક ગુજરાતી માટે
અનેકો તહેવાર છે નવરાત્રિમાં ગુજરાતી મન હિલોળે ચઢે છે ત્યારે દાંડિયા નવલી નવરાત્રીનું ધરેણું છે જૂની પરંપરા અનુસાર નવરાત્રિ રાસ વિના અધૂરી ગણાતી પરંતુ ટ્રેડિંસનલ ટેન્ડ આવી જવાથી હાલ દાંડિયા નામશેષ થઈ જવા પામ્યું છે ત્યારે નવરાત્રિના દાંડિયા ઉત્પાદન બાબતે ગોધરાનું યોગદાન આછું પાતળું નથી ગોધરા ખાતે લઘુમતી વિસ્તારમાં મુસ્લિમ બિરાદારો દ્વારા આ દાંડિયા બનાવવામાં આવે છે અને ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને વિદેશમાં મોકલવામાં આવે છે નવલી નવરાત્રી ઉત્સવ દરમિયાન ગોધરા નું નામ યાદ આવી જાય છે ગોધરા શહેરના સ્ટેશન વિસ્તાર મોહમદી મોહલ્લા શેખ કબ્રસ્તાન બોન મિલની પાછળ ગુહ્યાં મોહલ્લા સાતપુલ વગેરે સ્થળોએ મુસ્લિમ કારીગરો દ્વારા ગુજરાતીઓની નવલી નોરતાની રમઝટ માટેના રંગબેરંગી દાંડિયાઓને ભારે જહેમતથી આઠ મહિના પૂર્વે તૈયાર કરવાની તૈયારીઓમાં જોતરાઈ જાય છે
ગોધરા શહેરના સાતપુલ નદીનીધાર માં દાંડિયા બનાવતા કારીગર ઈસ્માઈલભાઈ ગરીબાએ જણાવ્યું હતું કે અમે દાંડિયાનો ધંધો ઓછા નફાએ કરીએ છીએ અને ગુજરાત સહિત દેશના ખૂણેખૂણા
માં મોકલવાય છે ગોધરા ના મુસ્લિમ કારીગરો ગુજરાતીઓના નવલી નવરાત્રીના દાંડિયાઓ બનાવવમાં હાલ વ્યસ્ત છે

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરમાં સ્વ.નાગરભાઇ મીસ્ત્રી ના સ્મરણાર્થે શ્રઘ્ઘાંજલી ભજન સંતવાણી નુ આયોજન…

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કેનાલના પાણીમાં છોડાતુ દુષિત મિક્ષ પાણી પીતા પશુઓના આરોગ્ય પર ખતરો?

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના હિંગલ્લા ચોકડી નજીક બે કાબુ બનેલ ટ્રકે કેબીન અને વાહન માં ધડાકા ભેર ઘુસાડી દેતા સર્જાયેલ અકસ્માત માં એક વ્યક્તિ ને ઈજાઓ પહોંચી હતી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!