ગોધરા,રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામના તળાવ પાસેથી ગોધરા તેમજ શહેરા જતો મુખ્યમાર્ગ પસાર થાય છે.આ માર્ગની બાજુમા એક બાજુ તળાવ અને બીજી બાજુ પાનમહાઈલેવલ કેનાલ આવેલી છે. આ હાઈલેવલ કેનાલ અને રોડ વચ્ચે જે પચાસ ફુટ ઉંડો ખાડો આવેલો છે. આથી ગ્રામજનો દ્વારા માંગ કરવામા આવી રહી છે. આ રોડની બંને સાઈડ રેલીંગ બનાવામા આવે તે ખુબ જરુરી છે.નહીતો મોટી હોનારત સર્જાવાનો ભય રહેલો છે. ગ્રામજનોનો પણ આક્ષેપ છે ગ્રામપંચાયતની ગ્રામસભામા આ બાબતે પણ રજુઆત કરવામા આવી પણ આજ સુધી કોઈ પરિણામ આવ્યુ નથી.
પંચમહાલ જીલ્લાના લાભી ગામે આવેલા તળાવની પાસેથી રોડ પસાર થાય છે આ રોડ શહેરા સહીત ગોધરા જવાના મુખ્યમાર્ગને જોડે છે. આ રસ્તા પરથી રોજ ૫૦૦ જેટલા વાહનો નીકળે છે.જેમા ખાનગી વાહનો,સ્કુલબસ,તેમજ કામકાજે જતા કામદારવર્ગનો સમાવેશ થાય છે, આ રસ્તાની બાજુમા એક ઉંડી પચાસફુટ ઉંડ઼ી ખાઈ આવેલીછે. ગ્રામજનોને અહી ભય સતાવી રહ્યો છે કે જો આ રોડની બાજુમા રેલીંગ નહી બનાવામા આવે તો અહી મોટી હોનારત સર્જાવાનો ભય લાગી રહ્યો છે. ગ્રામજનોનુ કહેવુ છે કે અહી શાળાના પણ વાહનો ભરીને જતા હોય છે ખાનગીવાહનો પણ ભરીને શહેરા તરફ જતા હોય છે. ત્યારે અહી ચાલકની નાની અમથી ભુલ મોટી હોનારત સર્જાઈ શકે છે. ન કરે નારાયણ અને કોઈ વાહન ખાબકે અને જાનહાની થાય તો જવાબદાર કોણ? એપણ એક ચર્ચાતો સવાલછે.
શહેરાના લાભી ગામે રોડ ઉપર રેલીંગ ન હોવાને કારણે હોનારતનો ભય સતાવી રહ્યો છે.
Advertisement