ખેલ મહાકુંભ 2018 ની શરૂઆત થઇ છે. રમતવીરો પૂરા ઉત્સાહ સાથે તેમાં ભાગ લઇ રહ્યા છે. શનિવારે નડિયાદ ખાતે યોજાયેલી તરણ સ્પર્ધામાં 73 વર્ષના વૃધ્ધાએ સતત બીજા વર્ષે પણ જીત હાંસલ કરી, સૌને પ્રેરણા પૂરી પાડી હતી.
73 વર્ષના ઇલાબેન મહેતા જ્યારે સ્વિમિંગ પુલમાં ઉતરે અને સ્વિમિંગ કરે ત્યારે કોઇ નવજુવાનને પણ શરમાવે તેવી ચપળતા તેમના સ્ટ્રોકમાં હોય. 2017માં યોજાયેલ ખેલ મહાકુંભમાં ઇલાબેન તેમની વયજૂથની કેટેગરીમાં ખેડા જિલ્લામાંથી વિજેતા બન્યા હતા, અને આ વર્ષે ખેલ મહાકુંભ 2018 માં પણ તેઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી, જીત હાંસલ કરી હતી.
તરણ સ્પર્ધામાં ઇલાબેન મહેતા હવે રાજ્યકક્ષાએ કૌવત અજમાવશે
યોગા ઉપર ધ્યાન આપ્યું : ઇલાબેને ફીટ રહેવા માટે યોગા ઉપર ખૂબ ધ્યાન આપ્યું. તેઓ નિયમિત રીતે યોગા કરે છે અને તેને કારણે જ આ ઉંમરે પણ ફીટ છે.
જિલ્લાકક્ષાએ વિજેતા બન્યા બાદ હવે ઇલાબેન મહેતા રાજ્યકક્ષાએ તરણ સ્પર્ધામાં ભાગ લેશે. તેમની વયજૂથની કેટેગરીમાં ખેડા જિલ્લામાં તેઓ એકમાત્ર રમતવીર હતા. હવે રાજ્યકક્ષાએ તેમનો મુકાબલો કોની સાથે થાય છે તે જોવું રહ્યું…સૌજન્ય