સુરેન્દ્રનગર લખતર
તારીખ 29/9/18
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
અધૂરામાં પૂરું ભૈરવપરા પાસે અત્યંત ખરાબ હાલત અને કચરા ના ઢગલા અને રોડ પર દબાણને લઈ સ્થાનિક લોકો પરેશાન
લોકો કુદરતી હાજતે રોડ પર જતાં હોય વાહન ચાલકો પરેશાન
લખતર થી તાવી જતો રોડ અત્યંત ખરાબ હાલત માં છે આ રોડ પર 1ફૂટ થી 2 ફૂટ જેટલા ખાડા છે જેથી લખતર આવતા વિદ્યાર્થીઓ સરકારી કામે આવતા લોકો અને બહાર ગામ જતા મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે લખતર ગામની નજીક આવતા આવેલ ભૈરવપરા ના લોકોને ગામમાં જવા માટે અને ભૈરવપરા ની બહેનો ને આ રસ્તો પાર કરી અડધો કિલોમીટર દૂર બાપાના કૂવે પાણી ભરવા જવું પડે છે જ્યાં તેમને લખતર અમદાવાદ હાઇવે ક્રોસ કરીને જવું પડતુ હોય ભારે તકલીફનો સામનો કરવો પડે છે ત્યારે લખતર બસ સ્ટેન્ડ થી ઇન્દિરા આવાસ યોજના ના મકાનો સુધી લોકો દ્વારા રોડ સુધી દબાણ કરી રોડની બન્ને સાઈડ માં લાકડા અને અન્ય વસ્તુઓ અને કચરાના ઢગલા ખડકી દેતા પાણી ભરનારી મહિલાઓ અને વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે તો શું લખતર નું સ્થાનિક તંત્ર અને માર્ગ અને મકાન વિભાગનું સ્થાનિક અને સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર કુંભકર્ણનિદ્રા માંથી જાગી લોકોને પડતી મુશ્કેલી માંથી છોડાવશે
તેવી સ્થાનિક લોકોની લાગણી અને માગણી છે.