સુરત: વરાછા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળનું ડુપ્લિકેશન કરી ને વેચાણ કરવામાં આવતું હતું. અને તે પણ ઓનલાઈન જોકે આ અંગેની ફરિયાદ વરાછા પોલીસને મળતા પોલીસે કુલ 11 લાખથી વધુની નકલી ઘડિયાળ સાથે એક આરોપી ધરપકડ કરી લીધી છે.
સુરતમાં ચશ્મા શૂઝ બાદ હવે નકલી ઘડિયાળ પણ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જય અંબે નામની વોચની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળનું ડૂપ્લિકેશન કરીને નકલી ઘડિયાળનું અસલી ના બહાને વેચાણ કરતા હતા. તે પણ ઓનલાઈન વેચાણ જોકે આ અંગે ની જાણ બ્રાન્ડેડ કંપની મણસો દ્વારા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસ સ્થળ પર દરોડા પાડ્યા હતા. તપાસ કરતા તમામ ઘડિયાળ નકલી હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે કુલ 11 લાખથી વધુની અલગ-અલગ બ્રાન્ડની નકલી ઘડિયાળો કબ્જએ લઈને એક આરોપી મહેન્દ્ર પુરોહિતની ધરપકડ કરી છે.
સુરત બન્યુ ડુપ્લિકેટ બજારનું શહેર
આમતો સુરત શહેરને હીરાનું શહેર માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ શહેર ડુપ્લિકેટ માટેનું શહેર બની ગયું હોય તેવી રીતે બ્રાન્ડેડ શૂઝ, ઘડિયાળ અને ચશ્માંનું નકલી વેચાણ ઓનલાઈન થઈ રહ્યું છે. ત્યારે હાલ તો વરાછા પોલીસ નકલી ઘડિયાળનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.સૌજન્ય