Proud of Gujarat
GujaratFeaturedINDIASport

ભારત એશિયા કપમાં સાતમી વખત ચેમ્પિયન, ફાઈનલમાં બાંગ્લાદેશ સામે રોમાંચક જીત..

Share


સૌજન્ય-D.B-દુબઈઃ દુબઈઃ એશિયન કપની ફાઈનલમાં બાંગ્લાદેશે આપેલા 223 રનના પડકાર સામે ભારતે વિકેટ ગુમાવીને વીજય મેળવ્યો છે. ભારતની એશિયા કપમાં 1984 બાદ સાતમી વખત ચેમ્પિયન બન્યું છે. ફાઈનલમાં બાંગ્લાદેશ સામે રોમાંચક જીત થઈ છે. ભારતે 50 મી ઓવરના છેલ્લા બોલે જીત મેળવી છે. કેદાર જાદવ 23 રને અને કુલદીપ યાદવ 5 રને નોટ આઉટ રહ્યા હતા.

બીજી ઈનિંગ્સમાં ભારતની શરૂઆત નબળી રહી છે. ધવન (15) અને રાયડુ (2) રોહિત શર્મા (48) દિનેશ કાર્તિક (37) ધોની (37) જાડેજા (23) ભુવનેશ્વર (21) રન બનાવી આઉટ થયા છે. બાંગ્લાદેશ 48.3 ઓવરમાં 222 રને ઓલ આઉટ થયું હતું. બાંગ્લાદેશ તરફથી લિટન દાસ શાનદાર 121 રન બનાવ્યા હતા. લિટન દાસની વન-ડેમાં આ પહેલી સદી છે.

Advertisement

બીજી ઈનિંગ્સમાં ભારતનો સ્કોર

શીખર ધવન (15) આઉટ
અંબાતી રાયડુ (02) આઉટ
રોહિત શર્મા (48) આઉટ
દિનેશ કાર્તિક 37 આઉટ

એમ.એસ. ધોની 30 આઉટ

રવિન્દ્ર જાડેજા 23 આઉટ

ભુવનેશ્વર 21 આઉટ

કેદાર જાદવ 23 રને નોટ આઉટ

કુલદીપ યાદવ 5 રને નોટ આઉટ

બાંગ્લાદેશ તરફથી હસન (32) કાયેસ (2), રહીમ (5), મિથુન (2) અને મહમદુલ્લાહ (4) લિટન દાસ (121) મોર્તઝા (7) નઝમુલ ઈસ્લામ (7 )સોમ્ય સરકાર (33) રુબેલ હસન (00) અને રહેમાન 2 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ પહેલા ભારતે ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 3, કેદાર જાદવે 2, ભુવનેશ્વર કુમાર અને ચહલ 1-1 વિકેટ મળી હતી.

લિટ્ટન દાસે આક્રમક બેટિંગ કરતા 87 બોલમાં 11 ફોર અને 2 સિક્સર સાથે 100 રન પુરા કરતા કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તે 121 રન બનાવી આઉટ થયો હતો.

ભારત 6 વાર વિજેતા બન્યું, બાંગ્લાદેશ બે વાર ઉપવિજેતા
T20 ફોર્મેટમાં બંને દેશોની વચ્ચે બે ફાઇનલ રમાઈ ચૂકી છે અને બંનેમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે. 2016 એશિયા કપમાં ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ આ વર્ષે યોજાયેલી નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 4 વિકેટથી પરાસ્ત કર્યું હતું.

ટૂર્નામેન્ટમાં એક પણ મેચ નથી હાર્યું ભારત, 4 મેચ જીત્યું

મેચ VS જીતનું અંતર
ગ્રુપ મેચ હોંગકોગ 26 રનથી
ગ્રુપ મેચ પાકિસ્તાન
8 વિકેટથી

સુપર-4 બાંગ્લાદેશ
7 વિકેટથી

સુપર-4 પાકિસ્તાન 9 વિકેટથી
સુપર-4 અફઘાનિસ્તાન ટાઈ
ભારતીય ટીમ અત્યાર સુધી રમાયેલા 13 એશિયા કપમાંથી 6 ખિતાબ જીતવામાં સફળ રહી છે. તે 1984, 1988, 1990, 1995, 2010 અને 2016માં ચેમ્પિયન બની છે. બીજી તરફ, બાંગ્લાદેશ આજ સુધી ચેમ્પિયન નથી બની શક્યું. તે 2012 અને 2016માં ઉપવિજેતા બન્યું હતું.

ભારત VS બાંગ્લાદેશ હેડ ટૂ હેડ

ક્યાં રમાયો? મેચ ભારત જીત્યું બાંગ્લાદેશ જીત્યું પરિણામ નહીં રદ
તટસ્થ સ્થાન પર 9 8 1 0 0
બાંગ્લાદેશમાં 23 17 4 1 1
ભારતમાં 3 3 0 0 0
કુલ 35 28 5 1 1
ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવન આ એશિયા કપમાં અત્યાર સુધી 4 મેચોમાં બે સેન્ચુરીની મદદથી 327 રન બનાવી ચૂક્યો છે. તે એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનારા શ્રીલંકાના સનથ જયસૂર્યાનો રેકોર્ડ તોડી શકે છે. જયસૂર્યાએ 2008માં યોજાયેલા એશિયા કપમાં 5 મેચમાં 378 રન બનાવ્યા હતા.

એશિયા કપમાં સૌથી વધુ રન

બેટ્સમેન દેશ વર્ષ રન
સનથ જયસૂર્યા શ્રીલંકા 2008 378
સુરેશ રૈના ભારત 2008 372
વિરાટ કોહલી ભારત 2010 357
વીરેન્દ્ર સહેવાગ ભારત 2008 348
કુમાર સંગકારા શ્રીલંકા 2008 345
મહેન્દ્ર સિંહ ધોની ભારત 2008 327
શિખર ધવન ભારત 2016 327
બાંગ્લાદેશના મુસ્તફિજુર રહમાને ટૂર્નામેન્ટમાં 8 વિકેટ ઝડપી છે. મુસ્તફિજુર સૌથી વધુ વિકેટ લેવામાં અફઘાનિસ્તાનના રાશિદ ખાન (10 વિકેટ) બાદ બીજા સ્થાને છે. જસપ્રીત બુમરાહે 7, ભુવનેશ્વર કુમારે 6, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે 7-7 વિકેટ લીધી છે.

ભારત – રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ. કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ

બાંગ્લાદેશ – મશરફી મુર્તજા (કેપ્ટન), લિટન દાસ, સૌમ્ય સરકાર, મુશફિકુર રહીમ, મોહમ્મદ મિથુન, ઇમરુલ કાયેસ, મહમૂદુલ્લાહ, મેહદી હસન મિરાજ, એન ઈસ્લામ અને મુસ્તાફિજુર રહમાન


Share

Related posts

સૌથી મોટી જીત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી નાની વયના વીવી ગિરી, જાણો 15 રાષ્ટ્રપતિ ચૂંટણીના રેકોર્ડ.

ProudOfGujarat

છોટાઉદેપુર જીલ્લા I. C. D. S. મનરેગા યોજના સહયોગથી બનાવવામાં આવેલ સંખેડા તાલુકામાં ધારાસભ્યનાં હસ્તે નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

બુલેટ ટ્રેન વિભાગ દ્વારા આમલાખાડી માં અડચણ રૂપ માટી પુરાણ અને પાઈપો નાખી બનાવેલ નાળા ને દુર કરવાની માંગ, અવરોધ દુર નહિ થાય તો મોટી હાલાકી ની શક્યતા.*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!