અામોદ પોલીસે ઢાઢર નદી પાસેથી ચોરીનું કેમિકલના કારબા ટેમ્પોમાં ભરીને જતાં બે શખ્સોને ઝડપી પાડ્યાં હતાં.પોલીસની પ્રાથમિક તપાસમાં તેઅો બન્ને ચોરીનું કેમિકલ વડોદરાના નયન પટેલ નામના શખ્સને વેચતાં હોવાનું કબુલતાં પોલીસે તે બન્ને તેમજ નયન પટેલ અને ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યાવાહી હાથ ધરી છે.
અામોદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી કે, તે વેળાં ટીમે ઢાઢર નદી પાસેથી અેક ટેમ્પોને ઝડપી પાડ્યો હતો. તપાસમાં તેમાંથી 50 – 50 લીટરના બે કારબામાં અેનાલીન નામનું કેમિકલ ભરેલું હોવાનું જણાયું હતું. તેમજ તેમના નામ ગોપાલ નાથુલાલ ખટીક રહે. રણોલી, વડોદરા તેમજ સુરેશ જથન્નાથ ખટીક રહે. માંજલપુર, વડોદરા હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેઅોઅે બે મહિના પહેલાં વડોદરાથી છોટા હાથી ટેમ્પો ખરીદ્યો હતો. તે મજ જંબુસર વિસ્તારમાં ટેમ્પો ભાડેથી ફેરવતાં હતાં. દરમિયાન અેક ટેન્કરના ડ્રાઇવરે તેમનો સંપર્ક કરી તેમને ડિસન્ટ હોટલ પાસે બોલાવી 20 દિવસમાં 4થી 5 વાર 100-100 લીટર અેનાલીન કેમિકલ કાઢી લાવતો હતો. જેના બદલામાં અેક કારબાના બે હજાર લેખે બે કારબાના 4 હજાર રૂપિયા લીધાં હતાં. જે બાદ તે કેમિકલ વડોદરાનો નયન પટેલ નામનો શખ્સ તેમની પાસેથી અેક કારબાના 3200 રૂપિયા લેખે 6400માં ખરીધતો હતો. દરમિયાન અાજે વધુ અેક ટેન્કરમાંથી તેઅોઅે ડિસન્ટ હોટલના પાર્કિંગમાંથી તેઅોઅે વધુ અેકવાર કેમિકલ કાઢીને ઘરે જતાં હોવાની કબુલાત કરી હતી. જેના પગલે પોલીસે તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે…સૌજન્ય