Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા તાલુકાના લાભી પાટીયા પાસે ટ્રકના ચાલકે બાઈકસવારને અડફેટમાં લેતા એકનું કમકમાટીભયું મોત :બેની હાલત ગંભીર

Share

 

ગોધરા રાજુ સોલંકી

Advertisement

શહેરા લુણાવાડા હાઇવે ખાતે આવેલા લાભીપાટીયા
પાસે ટ્રકના ચાલકે પોતાની ટ્રક બેફામ હંકારી લાવી એક બાઈકસવારને અડફેટમાં લેતા એકનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બેની હાલત ગંભીર હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરાતાલુકાના
લાભીગામે રહેતા જસવંતભાઈપગી શિલ્પાબેનપગી અને પારૂલબેનપગી નાઓ લાભીથી ટીફીન લઈ લુણાવાડા ખાતે નીકળેલા ત્યારે શહેરા લુણાવાડા હાઇવે ખાતે આવેલ લાભી પાટીયા પાસે એક ટ્રકચાલક પોતાની ટ્રકને બેફામ રીતે હકારી લાવી એક બાઈકસવારને અડફેટમાં લેતા શિલ્પાબેનનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે જસવંત ભાઈ અને પારૂલબેનપગીને ગંભીર પ્રકારની ઈજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે બનાવની જાણ સ્થાનિક પોલીસ થતા ઘટના સ્થળ ઉપર દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


Share

Related posts

ક્રૂષ્ણ જન્માષ્ટમીની ઉજવણી યુવતીએ અનોખી રીતે ઉજવી આ દિવસને યાદગાર બનાવ્યો

ProudOfGujarat

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટતાં અકસ્માત, એકનું મોત

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા દ્વારા સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે સેવાસેતુ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો :૧૨૧૧ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!