Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્‍લામાં ખાસ ગ્રામ સભાનું આયોજન ૨જી ઓક્ટોબરથી ૩૧મી ડિસેમ્‍બર દરમિયાન જિલ્‍લામાં ૪૮૭ ખાસ ગ્રામ સભાઓ યોજાશે

Share

 

ગોધરા રાજુ સોલંકી

Advertisement

ગોધરા, શુક્રવારઃ પંચમહાલ જિલ્‍લામાં, તા. ૨જી ઓક્ટોબર, ૨૦૧૮ થી તા. ૩૧મી ડિસેમ્‍બર, ૨૦૧૮ દરમિયાન ખાસ ગ્રામ સભાઓ યોજવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે મુજબ જિલ્‍લામાં ૪૮૭ ખાસ ગ્રામ સભાઓ યોજાશે. આ ખાસ ગ્રામ સભાઓમાં, દરેક ગામનો વર્ષ ૨૦૧૯-૨૦ માટેનો ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (GPDP) બનાવવા સહિત વિવિધ યોજનાકીય માહિતી ગ્રામજનોને આપવામાં આવશે.
લોક ભાગીદારીથી યોજાનારી આ ખાસ ગ્રામ સભાઓમાં સંબંધિત વિસ્‍તારના સાંસદ, ધારાસભ્‍યો, જિલ્‍લા અને તાલુકા પંચાયતના સદસ્‍યો ઉપસ્‍થિત રહેશે. તેમજ તેના સરળ સંચાલન અને નિરિક્ષણ માટે જિલ્‍લા/તાલુકાના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓના આદેશો પણ કરવામાં આવ્‍યાં છે.


Share

Related posts

વડોદરા : મેયર સહિત તમામ હોદ્દેદારોને આપવામાં આવેલા વાહનો પરત મેળવી ડિસ્ક્રીશન ગ્રાન્ટ બંધ કરવાની માંગ કરતા વિપક્ષી નેતા.

ProudOfGujarat

વલસાડના અબ્રામા ખાતે આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અપાતી ફ્રી ટ્ર્રાન્સપોર્ટેશનની સેવા બંધ કરાતા વાલીઓમાં રોષ.

ProudOfGujarat

આગામી મે મહિનાથી ભરૂચ જીલ્લો ઉડાન ભરવાની શરૂઆત કરશે, એરસ્ટ્રીપનું કરવામાં આવશે ખાત મુહૂર્ત..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!