સૌજન્ય-D.B/લોન લઇને પરત નહિ કરાતાં સરકારી અને ખાનગી બેંકોનું અેનપીઅે ઉંચો જવાના પગલે કલેકટરે જિલ્લાની 133 કરોડની મિલકતોને ટાંચમાં લેવાનો હુકમ કર્યા બાદચ ગુરૂવારે વલસાડમાં ગૃહ ફાઇનાન્સ દ્વારા 3 કેસમાં આ કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસ બંદોબસ્ત હેઠળ વલસાડની આ બંધ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી.
સરકારી,ખાનગી તેમજ ફાઇનાન્સ બેંકોમાંથી હોમ લોન,વ્યવસાય લોન અને ઉદ્યોગો માટે લીધેલી લોન ભરપાઇ ન થતા આ બેંકોનો અેનપીઅે ઉંચો જતાં મિલકતો ટાંચમાં લેવા બેંકોઅે કલેકટર સમક્ષ દરખાસ્ત કરી હતી.જેને મંજૂર કરી કલેકટર સી.આર.ખરસાણે ગત સપ્તાહે જિલ્લાના અૌદ્યોગિત અેકમો સહિત હોમલોનના બાકીદાર અરજદાર મિલકતધારકોની કુલ 133 કરોડની મિલકતો ટાંચમા લેવાનો હુકમ કર્યો હતો.વલસાડની ગૃહ ફાઇનાન્સ બેંકના 15.25 લાખની હોમલોનના બાકીદારો નામરાજ જાંગીરની પારડી સાંઢપોર સ્થિત આશિર્વાદ સંકૂલ બિલ્ડિંગ નં.7,શીવજી રામ જાંગીર, શિવદર્શન,પારડી સાંઢપોર અને ધમડાચીના વિજય પટેલ, શુભ મંગલ પેલેસનાની મિલકત ટાંચ લઇ સીલ કરી દીધી હતી.આ તમામ મિલકતો ગુરૂવારે બંધ હાલતમાં હતી.પોલીસ બંદોબસ્ત અને મામલતદાર કચેરીના સ્ટાફ સાથે આ કાર્યવાહી કરાઇ હતી.
મિલકતો ટાંચમાં લઇ વસુલાત કરાશે
કલેકટરના હુકમ બાદ ગુરૂવારે વલસાડના પારડી સાંઢપારના નામરાજ જાંગીર પાસે રૂ.4.50 લાખ,શિવજી રામ જાંગીર પાસે રૂ.5 લાખ અને ધમડાચીના વિજય પટેલ પાસેથી રૂ.5.75 લાખની વસુલાત માટે તેમની મિલકતો ટાંચમાં લેવાઇ છે.નિમેષ દેસાઇ,મેનેજર,ગૃહ ફાઇનાન્સ