ભરૂચમાં અાઇસીડીઅેસ અંતર્ગત ચાલતી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ જિલ્લાની 12660 સગર્ભા લાભાર્થીઅોને વર્ષ 2017-18માં કુલ 3.55 કરોડ રૂપિયાની સહાય ચુકવવામાં અાવી છે. ભરૂચ જિલ્લાઅે યોજના અંતર્ગત પશ્ચિમ ઝોનમાં અાવતાં 7 રાજ્યો પૈકી શ્રેષ્ઠ કામગીરી બદલ સરકાર દ્વારા અેવોર્ડ મેળવ્યો હતો.
પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના હેઠળ સગર્ભા મહિલાઅોને ગર્ભાવસ્થાથી લઇને પ્રસૃતિ સુધીના સમય દરમિયાન વિવિધ તબક્કે કુલ 5 હજારની સહાય ચુકવવાવામાં અાવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વર્ષ 2017-18માં જિલ્લાની સગર્ભા માતા અને નવજાત શીશુઅોના અારોગ્ય માટે 12660 લાભાર્થીઅોને કુલ 3.55 કરોડનો લાભ અાપવામાં અાવ્યો હતો. દેશભરમાં 2017થી તમામ જિલ્લાઅોમાં અા યોજનાને લાગુ કરવામાં અાવ છે.
જોકે યુપીઅેની સરકારે વર્ષ 2010માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશના 53 જિલ્લાઅોમાં પ્રાયોગિક ધોરણે અા યોજનાનું અમલીકરણ કર્યું હતું. જેમાં ગુજરાતમાં ભરૂચ અને પાટણ જિલ્લામાં અા યોજના અમલમાં મુકાઇ હતી. જે તે સમયે અા યોજનાનું નામ ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના હતું. જોકે બાદમાં વર્ષ 2017માં 1 જાન્યુઅારીથી દેશના તમામ જિલ્લાઅોમાં પ્રધાન મંત્રી માતૃ વંદના યોજનાના નામની તેની શરૂઅાત કરવામાં અાવી હતી.સૌજન્ય