ગોધરા રાજુ સોલંકી
રાજય સરકારના જી સી ઈ આર ટી ગાંધીનગર પ્રેરિત જીલ્લાશિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ જિલ્લાના ગોધરા શિક્ષણાધિકારીની કચેરી અને ૩૬ જેટલી માધ્યમિક શાળાના ઉપક્રમે ગોધરા તેલંગ સ્કૂલ ખાતે પંચમહાલ જિલ્લાનું ૫૪મું વિજ્ઞાનગણિત પ્રદર્શન પૂર્વ નાયબ નિયામક ડૉ બી કે ત્રિવેદી અને જી સી ઈ આર ટી ગાંધીનગર રીડર એ એન ચૌધરી ના અધ્યક્ષ સ્થાને અને મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકવામાં આવ્યું હતું
પ્રાસંગિક ઉદબોધનમા આવેલ તમામ મહાનુભાવોએ
વિજ્ઞાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી થતા બાળકોને વિજ્ઞાન ગણિત જેવા વિષયોમાં રુચિ ધરાવે તે માટે બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા શિક્ષકોને અપીલ કરી હતી
આ પ્રસંગે પૂર્વ નાયબ નિયામક ગાંધીનગર ડૉ બી કે ત્રિવેદી ને જી સી ઈ આર ટી ગાંધીનગર રીડર એએન ચૌધરી બોર્ડસદસ્ય મૃગેન્દ્રસિંહ સોલંકી મુકેશભાઇ રાવલ એસ કે પંચોલી તેમજ જિલ્લાશિક્ષણાધિકારી
અર્ચનાબેન ચૌધરી વગેરે ઉપસ્થિત બાળકો ને વિજ્ઞાન ગણિત જેવા વિષયોમાં આગળ વધે તે માટે આવા પ્રદર્શનમા માંથી કઈ મેળવી બાળવૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું