વેપારી એસોસીએસને આપેલ એલાન….
દવાઓની દુકાન પણ બંધ રહે તેવી શક્યતા…
Advertisement
ઠેર-ઠેર મોલ માં થતુ વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ તેમજ ઓનલાઈન પધ્ધતીએ થતી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી સામે વેપારીઓમાં આક્રોસ ની લાગણી ફેલાઈ ગઈ છે. વારંવાર રજુઆતો કરવા છતા કોઈ પરિણામ ન આવતા છેવટે દુકાનો બંધ રાખવા અંગેની અપીલ કરવામાં આવી છે. ભરૂચ જીલ્લા વેપારી એસોસીએઅસન ના પ્રમુખ નાગજીભાઈ તાપીયાવાલા ના જણાવ્યા અનુસાર મોલ દ્વારા વિવિધ ચીજવસ્તુનું વેચાણ થઈ રહ્યું છે જેમા અનાજ કરિયાણા થી માંડીને તમામ ગાર્મેન્ટસ તેમજ અન્ય વસ્તુ ઓનું વેચાણ થઈ રહ્યું છે. એટલુજ નહિ પરંતુ હવે તો ઓનલાઈન ખરીદ પધ્ધતિ પણ દિવસે-દિવસે વધતી જાય છે. દવાઓનું પણ ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે જેના પગલે તા.૨૮/૯/૨૦૧૮ ના શુક્રવારે તમામ વેપારીઓને પોતાની દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.