અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્સેલન્સ વિરુધ્ધ વાલીઓ એ જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી.. રજુઆત માં વાલીઓએ જણાવ્યું હતું કે સ્કૂલના દરેક વર્ગ માં વારંવાર શિક્ષકો બદલાય છે.તેથી નવા શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને તાલમેલ સાધવામાં ઘણો સમય લાગે છે..સ્કૂલ માં હોમવર્ક કલાસીસ ના નામે ટ્યુશન કલાસીસ ચલાવવામાં આવે છે..અને વધારાની ફી લેવામાં આવે છે..
વધુમાં વાલીઓએ જણાવ્યા મુજબ કેન્ટીગ બંધ થઇ હોવા છતાં કેન્ટીગ ફી લેવામાં આવે છે.તેમજ તાજેતરમાં જ ધોરણ ૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જશ સાથે એક સામાન્ય રીવ્યુ આપવા ને લીધે સ્ફુલ મેનેજમેન્ટ દ્વારા થયેલ વિદ્યાર્થી સાથેના વર્તન મામલે સહિત ના ૧ થી ૬ પ્રશ્ર્નો ને લઇ વાલીઓએ સ્કૂલ માથી વિદ્યાર્થી અને વાલીઓને માનસિક હેરાનગતિ કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે જિલ્લા શિક્ષણ અધિકારી ને રજુઆત કરી યોગ્ય ન્યાય મળે તે પ્રકારની માંગ ઉચ્ચારી હતી…….