જાણવા મળ્યા મુજબ ભરૂચ નજીક આવેલ પાલેજ ઓવર બ્રિજ ખાતે સાંજ ના સમયે એક કાર માં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી….ઘટના અંગે ની જાણ થતા પોલીસ વિભાગ સહિત નો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો…
ભીષણ આગ ના પગલે કાર સળગી ઉઠી ભસ્મીભૂત થઇ જવા પામી હતી..સળગતી કાર ઉપર પાણી નો મારો ચલાવી લાગેલ આગ ને કાબુમાં લેવામાં આવી હતી..કાર માં આગ ના પગલે એક સમયે હાઇવે ઉપર થી પસાર થતા લોકોમાં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..
Advertisement