સૌજન્ય-DB/દેશની રક્ષા માટે શિયાળા ઉનાળા અને ચોમાસમાં ખડે પગે ફરજ બજાવતા આર્મીના જવાનો માટે મધર ઇન્ડિયા ક્રોસેટ ક્વિન્સ ટ્રસ્ટની બેહેનો દ્વારા ઉન અને અંકોડીમાંથી 5 હજાર મફલર અને ટોપી તૈયાર કરવામાં આવ્યા છે.25મી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવશે.એમઆઇસીકયુની બહેનોએ જવાનોને મદદરૂપ થઇને એક ઉત્તમ ઉદાહરણ પૂરૂપાડીયુ છે
મધર ઇન્ડિયા ક્રોસેટ ક્વિન્સના ફાઉન્ડર સુભાસ નટરાજ તથા ગુજરાત, રાજસ્થાન અને મધ્પ્રદેશના ગુડ વીલ એમ્બેસેટર કોમલ પટેલના નેત્રુત્વ હેઠળ સમગ્ર ભારતમાથી પોતાની ટીમ દ્વારા દેશના સૈનિકોને મદદરૂપ થવાનુ કાર્ય હાથ ધરવામા આવ્યુ છે. ત્યારે આણંદ ખાતે ઘનશ્યામ પેથો લેબમાં 13થી વધુ બહેનો દ્વારા ઉન અને અંકોડીમાંથી પોતાના હાથે ગુંથીને ટોપી અને મફલર તૈયાર કર્યા છે. આ તૈયાર કરેલ કિટ દેશના એવા વિસ્તારમા પહોચાડવાના આવશે કે જ્યા ઠંડી વધારે પડતી હોય દેશના જવાનને આપી મદદરૂપ થવાનો અનેરો પ્રયાસ કરવામા આવી રહ્યો છે મહત્વની વાત એ છે કે MICQ દ્વારા અત્યાર સુધી ત્રણ ગ્રીનીસ રેકોર્ડ પણ કર્યા છે.અને જે બહેનોને ના આવડતુ હોય તેવી બહેનોને શીખવાડી એક નવુ પ્લેટ્ફોમ પુરુ પાડી પ્રોત્સાહીત કરી દેશના સેવાકીય કામોમાં યોગદાન આપવાના પ્રયાસો કરવામા આવી રહ્યા છે.જેને સૌએ બિરદાવ્યો છે.
MICQની બહેનો દ્વારા અત્યાર સુધી ત્રણ ગ્રીનીસ રેકોર્ડ પણ કરાયો છે.