ગોધરા, રાજુ સોલંકી
ગોધરા શહેરના કનેલાવ આશ્રમ ખાતે ગૌતસ્કરોની વધુ એક વિડિયો વાયરલ થતા ગોધરામાં ચર્ચાનો વિષય બન્યો છે ગોધરા શહેરમા કસાઈઓ અને પશુ તસ્કરો બેફામ બન્યા છે. રોજબરોજ અબોલા પશુઓની હેરાફેરી ગેરકાયદે રીતે કરી રહ્યા છે.ત્યારે શહેરના કનેલાવ આશ્રમના પાસે વાછરડાને કારમા લઇ જવાની ગૌતસ્કરોની નિષ્ફળ કોશિષ સીસીટીવીમાં કેદ થઈ છે આ વીડીઓ હાલ સોશિયલ મીડીયામા પણ વાયરલ થઈ રહ્યો છે.ત્યારે આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠવા પામી છે.
પંચમહાલ જીલ્લામાં રોજબરોજ તેમજ અન્ય જગ્યાઓ પર ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી તેમજ તસ્કરીના બનાવો બનતા રહે છે.ગોધરા શહેરમા હાલ સોશિયલ મીડીયામા એક સીસીટીવી ફુટેજનોવીડીઓ વાયરલ થઇ રહ્યો છે.જેમા ૧૬-૯-૧૮ ના રોજ બપોરના ૩-૨૯ કલાકે એક સફેદ કલરની ઇન્ડીકાજેવી કાર આવે છે,અને તેમાથી કોઇ અસામાજિક ઇસમ ચરતી વાછરડીને કારમા ધકેલવાનો પ્રયાસ કરે છે.પણ અચાનક આશ્રમના કર્મીઓની નજર જતા તેવોને જોવા મળ્યું કે કોઈ ઈસમ ચરતી વાછરડાને કારમાં ધક્કો મારી કઈ રહ્યા છે ત્યારે આશ્રમના સંચાલકો જોરથી બુમ પાડી તે તરફ દોડે છે,આથી ચાલક કાર ને ખબર પડી જતાં તે પોતાની કાર ભગાવી મુકે છે.
અત્રે ઉલ્લેખનીય છેકે આ ગૌતસ્કરીની નિષ્ફળ ઘટના પરથી એ પણ સાબિત થાય છેકે ગૌતસ્કરો અને ગેરકાયદેસર કતલખાના ચલાવતા કસાઇઓને કોઇનો ડર રહ્યો નથી. અને ભરબપોરે એકાંત સ્થળે કાર લઈ જઈ ગૌતસ્કરી ને અંજામ આપી રહ્યા છે સાથે પંચમહાલ જીલ્લાનુ પોલીસતંત્ર ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી ડામવા સજાગ છે. તે છતા પણ ગેરકાયદેસર ગૌતસ્કરી કરનાર અસામાજિક તત્ત્વો ને કોઈ નો ડર લાગતો નથી અને બેફામ બની ગાયોની હેરાફેરી કરી રહ્યા છે પરતું દિવસે આ રીતે ગૌતસ્કરી થાય ત્યારે પોલીસે ગુનાઆચરનારાઓ સામે એકશન પ્લાન બનાવવો જોઈએ તેવી પણ લોકમાંગ ઉઠી છે. હાલ નવા આવેલા પંચમહાલ જિલ્લાના પોલીસવડા ડૉ લીના પાટીલ ને તેવોની કામગીરી બદલ ઠેરઠેર આવકાર મળી રહ્યો છે ત્યારે ગોધરાનગરના જાગૃત રહીશો અને પશૂપ્રેમીઓ દ્રારા ગૌતસ્કરી કરનારા અસામાજિક તત્ત્વો સામે યોગ્ય પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.