મહેસાણા| સાંઇબાબા રોડ પર ઇન્દિરાનગર વસાહતની બાજુમાં આવેલી શીવમ રેસીડેન્સીમાં શુક્રવારે રાત્રે બે મકાનોનાં તાળાં તોડી 12 તોલા સોનાના દાગીના અને રોકડ ચોરી કરી પલાયન થઇ ગયા હતા.એ ડીવીજન પોલીસે ડોગ સ્કોડની મદદથી તપાસ હાથધરી હતી.
પરિવાર સામાજિક પ્રસંગે બહારગામ ગયો અને ચોરો હાથફેરો કરી ગયા
શીવમ રેસીડેન્સીમાં રહેતા મનીષભાઇ ચૌહાણ શુક્રવારે ગાંધીનગર પરિવાર સાથે સામાજિક પ્રસંગે ગયા હતા અને રાત્રે ત્યાં જ રોકાયા હતા. રાત્રે તસ્કરો મકાનના લોખંડના અને લાકડાના દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસ્યા હતા અને તિજોરીનું તાળું તોડી તેમાંથી 12 તોલા સોનાના દાગીના, 1 કિલો ચાંદી અને રોકડ રૂ.24,500ની ચોરી ગયા હોવાનું ઘરે પરત ફરેલા મનીષભાઇ ચૌહાણે જણાવ્યું હતું. તસ્કરો મનીષભાઇના ઘરમાં ફ્રિજમાં પડેલાં ફ્રૂટ અને અન્ય નાસ્તો ઝાપટી ગયા હતા. બનાવની જાણ એ ડિવિજન પોલીસને થતાં તપાસ હાથ ધરી હતી.
ચોરોએ તિજોરી તોડી સામાન વેરવિખેર કરી મુક્યો.
બીજા ઘરમાં તલવાર લઇ ગયા અને મ્યાન મૂકી ગયા
તસ્કરોએ નજીકમાં રહેતા ઠાકોરના મકાનનું તાળું તોડી રોકડ રૂ.18 હજાર, ચાંદીની બે લકી અને સોનાની બે વીંટી ચોરી કરી હતી. તસ્કરો એકલી તલવાર ચોરી મ્યાન ઘરમાં જ મુકી રાખી છે. તપાસ અર્થે લવાયેલો ડોગ સોસાયટીના પાછળના દરવાજેથી રોડ પર જઇને ઉભો રહી ગયો હતો…સૌજન્ય DB