ગાંધીનગર: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે 31 ઓક્ટોબરના રોજ થનાર છે. કમલમ ખાતે મળેલી પ્રદેશ ભાજપની કારોબારીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ અંગે આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતુંકે, આગામી 20 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમ્યાન સમગ્ર રાજ્યમાં 10 હજારથી ગામડાઓમાં સરદાર પટેલના સ્ટેચ્યુની નાની પ્રતિકૃતિ સ્વરૂપે રથમાં પરિભ્રમણ થશે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર પટેલની ફિલ્મ બતાવવામાં આવશે.
20થી 29 ઓક્ટોબર સુધીનો કાર્યક્રમ
મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, 31 ઓક્ટોબરના દિવસે સમગ્ર દેશના દેશવાસીઓ સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલી આપશે અને પ્રતિમાનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરમાં વેલી ઓફ ફ્લાવર, રોપ-વે, અન્ય રાજ્યોના ભવન, ટ્રાયબલ મ્યુજીયમ તેમજ સ્થાનિક આદિવાસી યુવાનોને ગાઇડની કામગીરીની તાલીમ આપવામાં આવશે. આગામી તા.5 નવેમ્બરથી 15 નવેમ્બર દરમ્યાન દેશના વિવિધ રાજ્યોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિની માહિતી અને પ્રતિમા નિરિક્ષણ માટે નિમંત્રણ આપવામાં આવશે..સૌજન્ય્