Proud of Gujarat
GujaratFeaturedINDIA

જાંબુઘોડાની આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળો અને સ્‍વરોજગાર શિબિર યોજાશે

Share

 

રાજુ સોલંકી ગોધરા

Advertisement

ગોધરા,

પંચમહાલ જિલ્‍લાના ઉમેદવારોને ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક એકમોમાં રોજગારી મળી રહે તે હેતુ થી આગામી તા. ૨૬મી સપ્‍ટેમ્બર, ૨૦૧૮ના રોજ જિલ્‍લા રોજગાર કચેરી દ્વારા જાંબુઘોડાની આઇ.ટી.આઇ. ખાતે રોજગાર ભરતી મેળો અને સ્‍વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે જે સવારના ૧૦/૦૦ કલાકથી યોજાશે.
આ રોજગાર ભરતી મેળામાં, રીલેશનશિપ એક્ઝીક્યુટીવ, આસિસ્‍ટન્‍ટ મેનેજર, કસ્ટમર કેર એક્ઝીક્યુટીવ, લાઈન ઓપરેટર, સિક્યુરીટી ગાર્ડ ટ્રેની, હેલ્પર, વગેરે ટેકનીકલ નોન ટેકનીકલ જગ્યાઓ માટે ગોધરા, હાલોલ, વડોદરા, વાપી, વલસાડ, અમદાવાદ, સાણંદ, ગાંધીધામ, અંજારના નોકરીદાતાઓ દ્વારા લેખિત અને મૌખિક પરીક્ષા થકી ઉમેદવારોની પસંદગી કરી ઓફર લેટર આપવામાં આવશે. ઉમેદવાર ધોરણ-૮ પાસ, ધોરણ-૧૦ પાસ, ધોરણ-૧૨ પાસ, આઇ.ટી.આઇ.ના ફિટર, વેલ્‍ડર, એઓસીપી, કોપા સહિત અન્‍ય ટ્રેડ પાસ, ડીપ્‍લોમાં પાસ, ગ્રેજ્યુએટ, ટેક્નીકલ/નોન ટેક્નીકલ લાયકાત સાથે ઉંમર ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા સ્‍ત્રી/પુરુષ હોવા જોઇએ.
આ ભરતી મેળામાં ઉમેદવારોને મુખ્ય મંત્રી એપ્રેન્ટિસશીપ યોજના, સ્‍વરોજગાર શિબિરમાં સ્‍વરોજગાર યોજનાઓનું અને લોન સહાયનું માર્ગદર્શન આપવામાં આવશે. રસ ધરાવનાર ઉમેદવારોને ભરતી મેળામાં જરૂરી લાયકાતના પ્રમાણપત્રો અને બાયોડેટા સાથે હાજર રહેવા જિલ્‍લા રોજગાર અધિકારી શ્રી એ.એલ.ચૌહાણની સમાચાર યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં પતંગની દોરીથી ગળુ કપાઈ જવાની ૪ ઘટના એકનું મોત ૩ ગંભીર.

ProudOfGujarat

બંગાળીની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

ProudOfGujarat

ભરૂચ ખાતે ભાતીગળ મેઘરાજાના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, ધારાસભ્ય,પોલીસવડા સહિતના આગેવાનોએ ઘોઘારાવ મહારાજ-છડીના દર્શન કરી ધન્યતા અનુભવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!