આ વર્ષે ભરૂચ નગરમાં શ્રીજી યાત્રા અંગે ઐતિહાસીક નિર્ણય લેવાયો છે. જે મુજબ શ્રીજી વિસર્જન યાત્રા ભરૂચના પાંચબત્તી વિસ્તારમાથી શરૂ થશે શ્રીજી વિસર્જન યાત્રા તા.૨૩/૯/૨૦૧૮ ના રોજ રવિવારે સવારે ૧૧ કલાકે પાચંબત્તી ખાતેથી શરૂ થશે જ્યા શ્રીજી ની ભવ્ય આરતીનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે. સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ ભરૂચના પ્રમુખ પ્રકાસ કાયસ્થ ના જણાવ્યા મુજબ શ્રીજી વિસર્જન યાત્રા ના શુભારંભમાં અને આરતીના સમયે પરમ પુજ્ય ઓમકારનંદજી મહારાજ, ધારા સભ્ય દુષ્યંતભાઈ પટેલ ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તંમબાકુવાલા ખેડુત અગ્રણી જયેશભાઈ પટેલ દિપકભાઈ મિસ્ત્રી વગેરે ઉપસ્થીત રહેશે. મળતી માહીતી પ્રમાણે ભરૂચ ખાતે નાના-મોટા ૧૫૦૦ જેટલા શ્રીજી મહોત્સવ ઉજવાય રહ્યા છે તેથી શ્રીજી વિસર્જન યાત્રામાં પણ ખુબ મોટી સંખ્યામા વિવિધ વિસ્તારના યુવક મંડળો જોડાય એવી સંભાવના છે. અલબત કેટલા શ્રીજી મહોત્સવના આયોજકો આ નિર્ધારીત યાત્રામાં ન જોડાય સ્વતંત્ર રીતે વિસર્જન કરવા જતા હોવાનુ પણ વિતેલા વર્ષોમાં જણાયુ છે.
શ્રીજી વિસર્જન યાત્રા પાચંબત્તી વિસ્તાર માથી સરૂ થસે…
Advertisement