Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરઃ પોલીસે બે સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, એકની ધરપકડ

Share

 

કાંસિયા ગામે રહેતા બન્ને ભાઈઓ પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યા

Advertisement

અંકલેશ્વર શહેર પોલીસે એક શખ્સને વિદેશી દારૂનાં જથ્થા સાથે રૂપિયા 26 હજારનાં મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. તો અન્ય એક ગુનામાં શહેર પોલીસે બે ભાઈઓએ તેમનાં ખેતરમાં સંતાડેલો વિદેશી દારૂનો રૂપિયા 59 હજારનો મુદ્દામાલ ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીનાં આધારે કાંસિયા ગામે રહેતા ફુલચંદ ઉર્ફે કમલેશ રમેશ વસાવા અને અનિલ રમેશ વસાવાનાં ઘરે રેડ કરી હતી. દરમિયાન આ બન્ને ભાઈઓએ તેમના ભોગવટાના ખેતરમાં ખાડો કરીને વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. પોલીસે તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની 539 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 59300નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે દારૂનો વેપલો કરતા બન્ને ભાઈઓ ભાગી છૂટ્યા હતા.

બીજા એક બનાવમાં પોલીસે હાંસોટ રોડ ઉપર આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અર્પણ ઉર્ફે અપ્પુ નરેન્દ્ર મોદીને પોતાની ટુ વ્હિલર મેસ્ટ્રો ગાડી નંબર જીજે 16, બીએમ-1529માં વિદેશી દારૂની બોટલો છુપાવીને ગેરકાયદે વેપાર કરતો હતો. જેની પાસેથી 13 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 6500 અને સ્કૂટરની કિંમત રૂપિયા 20,000 મળી કુલ રૂપિયા 26000નો મુદ્દામાલ કબજે કરી તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Share

Related posts

ભરૂચ નર્મદા પાર્ક ખાતે નદી કિનારે પૂજા-ધાટ આરતી- રીવર મશાલ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કાવ્યા થાપરનું નવું ગીત પારસ અરોરા સાથે ઝી મ્યુઝિક પર રિલીઝ થયું.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!