સૌજન્ય-ઉમરગામ: રામાયણ જેવી ધાર્મિક સીરીઅલના કારણે વિશ્વ વિખ્યાત બનેલા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં સ્ટુડિયો તેમજ શૂટિંગ કરતી કંપનીની બેદરકારીના કારણે અનેક વખત આગની ઘટના બનતી હોઈ છે.
થોડા દિવસો પહેલા પોરસ ટીવી સીરીઅલના સેટમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારબાદ આજ રોજ તા 20/08/208 ની રાત્રીના 10:00 વાગ્યાના સુમારે અચાનક સ્ટુડીઓની અંદર રાધા ક્રિષ્ણા સીરીઅલના શૂટિંગ સેટ ખાતે આગ લાગી હતી. આગમાં સેટ બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.
આગની ઘટનાને લઈ ઉમરગામ નોટિફાઇએડ, પાલિકા તેમજ સરીગામ જી આઈ ડી સી થી અગ્નિ સામક દળ આવી પોહચી આગને કાબુ કરવાની કામગીરી આરંભી છે. શુટિંગ સેટ ખાતે પ્રાથમિક સુરક્ષાના તેમજ ફાયર સેફટીના સાધનોનો સંપૂર્ણ અભાવ હોવાથી સેટ પર કામ કરતા 100 થી વધુ લોકોનું જીવન જોખમમાં મુકાયું હતું. આગના કારણે ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગના સ્થળ સુધી પોંહચવા બંબાને પણ અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર પ્રકરણમાં આગનું કારણ સ્ટુડિયોની ગંભીર બેદરકારી હોવાનું જણાય આવ્યું છે. વરામવાર સ્ટુડિયોમાં લાગતી આગ ના કારણે સરકારી તંત્ર સ્ટુડીઓ સામે લાલ આંખ કરી જરૂરી તપાસ કરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
વલસાડ-રામાયણ અને પોરસ સિરિયલો જેમાં બની છે તેવા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં ભીષણ આગ..
Advertisement