Proud of Gujarat
GujaratFeaturedINDIA

મુંબઈથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટનું ટાયર ફાટ્યું, 185 પેસેન્જરોનો આબાદ બચાવ..

Share

 
FILE PIC_સૌજન્ય/અમદાવાદઃ મુંબઈથી 185 પેસેન્જરો સાથે અમદાવાદ આવી રહેલી ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6ઇ 361નું મુંબઈમાં ટેકઓફ વખતે ટાયર ફાટી ગયું હતું. જો કે તે સમયે ફ્લાઈટ હવામાં આવી ગઈ હોવાથી પાઈલોટ ફ્લાઈટ સુરક્ષિત અમદાવાદ લઈ આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર પહોંચી તેણે ટાયર ફાટ્યું હોવાનું જણાવી ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપી હતી. જેને એટીસીએ તત્કાલ મંજૂરી આપતા એરપોર્ટ પર તમામ સાવચેતીના પગલા સાથે વિમાનને લેન્ડ કરાવવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ સાંજે 7.21 વાગે સુરક્ષિત લેન્ડ થતા તમામ અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે, બુધવારે સાંજે 6 વાગે ઇન્ડિયોની ફ્લાઈટ મુંબઈથી અમદાવાદ આવવા રવાના થઈ હતી. આ ફ્લાઈટ રનવે પર સ્પીડ પકડી રહી હતી અને તેના આગળ પાછળના ટાયરો રનવેથી ઊંચા ઊઠી રહ્યા હતા એ સમયે જ પાછળનું એક ટાયર ધડાકા સાથે ફાટી ગયું હતું. સાંજના સમયે પિક અવરમાં મુંબઈ એરપોર્ટ પર એક પાછળ એક ફ્લાઈટોની મૂવમેન્ટ ચાલુ હોવાથી પાઈલટ ટાયર ફાટ્યું ત્યારે ફ્લાઈટ પરત લેન્ડ કરાવવાના બદલે અમદાવાદ લઈ આવ્યો હતો.
અમદાવાદમાં 185 પેસેન્જરો સાથે સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

Advertisement

અમદાવાદના આકાશમાં પહોંચી પાઈલટે ફ્લાઈટનું ટાયર ફાટ્યું હોવાની જાણ એટીસી કંટ્રોલને કરી ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી માંગી હતી. જેથી થોડી મિનિટો સુધી ફ્લાઈટને હવામાં ફેરવવાની સૂચના આપી એટીસી અધિકારીઓએ એરપોર્ટ પર તત્કાલ ઇમરજન્સી જાહેર કરી હતી. જેના પગલે મેડિકલ ટીમ, એમ્બુલન્સ, ફાયર બ્રિગેડ સહિત ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો રનવે પર એલર્ટ થઈ ગયા હતા. ત્યારબાદ ફ્લાઈટને રનવે પર લેન્ડ કરાવવાની સૂચના અપાતા પાઈલટે ફ્લાઈટનું લેન્ડિંગ કરાવ્યું હતું. ફ્લાઈટ સુરક્ષિત લેન્ડ થતા ક્રૂ ટીમના સભ્યો સહિત તમામ પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. લેન્ડિંગ બાદ આ ફ્લાઈટને પાર્કિંગ એરિયામાં લઈ જવાયો હતો. ત્યાંથી તમામ પેસેન્જરોને ટર્મિનલમાં લાવવામાં આવ્યા હતા. બીજી બાજુ એરલાન્સના અધિકારીઓએ ફ્લાઈટમાં જઈ તપાસ હાથ ધરી હતી


Share

Related posts

માંગરોળ તાલુકામાં રમઝાન ઈદની ઠેરઠેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સુરતની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં! સ્ટ્રેચર ન મળતા દર્દીને સગાંએ ઊંચકીને લઈ જવા પડ્યા, લોકોમાં રોષ

ProudOfGujarat

સુરતની યુવતીનું કાલુપુર રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં દાગીના રોકડ ભરેલું પર્સ ચોરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!