રાજકોટ: રાજકોટના ત્રણ ગુજ્જુઓએ ગુજરાતી સંગીતને ધબકતું રાખવા માટેનું બીડું ઝડપ્યું છે અને સખત પરિશ્રમ થકી જ આજે આ ત્રણેય ગુજરાતી સંગીતને નવા રૂપરંગ સાથે લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે.સંગીત હૃદયની ભાષા છે અને ધબકાર એનો સૂર છે એવું માનીને ત્રણ પૈકી ગાથા પોટા ગુજરાતી સંગીત માટે પોતાનો સી.એનો અભ્યાસ પણ છોડી ચૂક્યા છે. આ ત્રણેય ગુજરાતી હોવાની ગરિમા સાથે ગુજરાતી ગીતોને નવા પરિધાન સાથે અને મૂડ સાથે આજની નવી પેઢીને ગમતીલા કરવાના પ્રયાસ રૂપે યૂ ટ્યૂબ પર રાજકોટ બ્લૂસના નામથી એક ચેનલ ચાલુ કરી છે જેમાં જૂના પ્રચલિત ગુજરાતી સુગમ અને લોકભોગ્ય ગીતોને નવા સંગીતથી સજાવીને અલગ શૈલીના પરંતુ સ્વરાંકનને જીવંત રાખીને પ્રસ્તુત કરે છે. ગુજરતી સંગીતને જીવંત રાખવા પરિશ્રમ કરતા ગાથા પોટા જણાવે છે કે, સંગીતના રિયાઝ માટે પૂરતો સમય ન આપી શકવાના ભયથી સી.એનો અભ્યાસક્રમ છોડીને સૂરને વહાલો કર્યો. નાનપણથી જ ગાયકીનો શોખ ધરાવતી હોવાને લીધે આજ ક્ષેત્રને પોતાનો આત્મ શોખ તરીકે સ્વીકાર્યો…સૌજન્ય