રાજુ સોલંકી ગોધરા
ગોધરા :-
પોપટપુરા મંદિર પંચમહાલ જિલ્લાના ગોધરા દાહોદ વડોદરા હાઈવે થી અને વેજલપુર ગામ થી 10 કિલોમીટર દૂર આવેલ છે ગણેશજી ની મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સહિત ઉભી મુદ્રા માં મૂર્તિ બિરાજમાન છે આ મંદિર 500 વરસ પૂરાણુ માનવામાં આવે છે ગણેશજી ની આ મૂર્તિ ખુબ જ ચમત્કારી છે તથા ગણેશજી ની સુઠ જમણી બાજુ છે જે સુભ અને મંગલકારી માનવામાં આવે છે પોપટપુરા ગણેશમંદીરે ગુજરાત સહિત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર થી ભકતો દર્શનાર્થે આવતા હોય છે ગણેશમંદિરમાં ચોથ નું ખુબ મહત્વ ધરાવે છે તથા દર ચોથે અને મંગળવારે મેળો ભરાય છે અને દૂરદૂર થી ભકતો દર્શને આવતા હોય છે અને દરેક ભકતો ની મનોકામના પૂર્ણ થાય છે તેમજ બહારગામ થી આવતા ભક્તો માટે ભોજન થતાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે
પંચમહાલ જિલ્લામાં આ મંદિર ખુબ જુનું છે કહેવાય છે કે જ્યારે ચાપાનેર માં નરેશ નું પતન થયું હતું ત્યારે આ મૂર્તિ જમીન માં સમાય ગઈ હતી ત્યારે કેટલાક પંડિત વિદવાનો અને મહંતો દ્વારા વેદો ઉપચાર હોમ હવન થી આ પોપટપુરા મંદિર ની ભૂમિ પવિત્ર કરી હતી ત્યારબાદ ગણેશજી ની મૂર્તિ જમીન માંથી બહાર આવી હતી તેવું માનવામાં આવે છે જે કુંડ માં હોમ હવન કર્યું હતું તે કુંડ હાલ પણ તે જગ્યા પર છે સાથે શિવ પાર્વતી ના દર્શન કરવા થી દરેક ભકતો ની મનોકામના પૂર્ણ થાય છે
ગણેશ ચર્તુથીના પવિત્ર પર્વમાં પંચમહાલ જીલ્લામાં આવેલુ પોપટપુરા ગામનુ ગણેશ મંદિર ભકતો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ ગણેશ મંદિરનુ અનોખુ મહાત્મય છે. અહીં સ્વંભુ ગણેશજીની મુર્તિ પ્રકટ થયેલી છે, જે લગભગ 500 વર્ષ જૂની હોવાનુ માનવામાં આવે છે. અહી ગોધરા શહેર, તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભકતો દર્શનાર્થે આવે છે.
ગોધરા તાલુકાના પોપટપુરા ગામ પાસે ગોધરા દાહોદ -વડોદરા હાઈવે માર્ગને અડીને આવેલુ ગણેશ મંદિર ખુબજ પ્રચલીત છે. અહીં લગભગ 500 વર્ષ પહેલા આ જગ્યાએ ગણેશજીની મુર્તિ નીકળી હતી. હાલ ભકતોની સહાયથી જ અહી મંદિર બનાવામાં આવ્યુ છે. અહીં દર મંગળવારે અને ચોથે દાદાના ભકતોનો ધસારો જોવા મળે છે. હાલ ગણેશ ચર્તુથીને લઇને પણ અહી ભકતોનો અવિરત પ્રવાહ ચાલુ છે. કહેવાય છે અહી દાદા ગણેશ ભકતોની દરેક ઇચ્છા પુરી કરે છે.
પોપટપુરાના ગણેશ મંદિરે અંગારિક ચોથનું ઘણું મહત્વ છે, અંગારિકચોથને દિવસે અહીં મેળો ભરાય છે. તે દિવસે મોટી સંખ્યામાં દાદાના ભકતો અહીં દર્શન કરવા આવે છે, કહેવાય છે કે અહી મંગળવાર તેમજ ચોથ ભરવાથી દુંદાળા દેવ દરેકની મનોકામના પુરી કરે છે. હાઇવે માર્ગ પર હોવાથી અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે.
_________________________________