સોજન્ય-વડોદરા: હરિયાણામાં 2018 નેશનલ રોડ સાયકલિંગ ચેમ્પિયનશિપનું આયોજન થઇ રહ્યું છે. જેમાં વડોદરાનો સાયકલીસ્ટ ભાગ લેવા જઈ રહ્યો છે. કોચ ઘનશ્યામ પારધી પાસે ક્રિષ્ના સાયકલિંગની તાલીમ લઈ રહ્યો છે. તેણે જણાવ્યુ હતું કે, સાયકલિંગ માટે ઘણું વેઠયું છે. આર્થિક મુશ્કેલીઓ છે. હું ભાડાની સાયકલ લઈને પ્રેક્ટિસ કરી રહ્યો છું. હું સાયકલિંગમાં આગળ વધુ એ માટે મને અદ્યતન તાલીમની જરૂર છે પણ સપોર્ટ મળતો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં જવા તાલીમ જરૂરી છે. મારે સાયકલ લાવવી છે પરંતુ એની કિંમત વધુ છે. તે ઉપરાંત હેલ્મેટ, શૂઝ પણ મારા માટે ખરીદવા અઘરા છે. મને અમદાવાદના યુવા જાગરણ ફાઉન્ડેશન તરફથી ઘણી મદદ મળી છે અને મળતી રહે છે.
યુટ્યુબના વીડિયો અને કોચને સહારે 24 મેડલ જીતી લાવ્યો છે
તેમ સામાન્ય કંપની કાર્ય કરતા પિતા અને ઘરકામ કરતી માતાના 24 જેટલા મેડલ સ્ટેટ અને નેશનલ મેડલ જીતનાર સાઇકલીસ્ટ પુત્ર ક્રિષ્નાએ જણાવ્યુ હતું. કર્ણાટક નેશનલ ચેમ્પિયનશિપ માં તેને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરિયાણા નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા તેને તાલીમની જરૂર છે પણ સ્પોનસર ન હોવાથી તે એડવાન્સ તાલીમ લઈ શકતો નથી.