50 અધિકારીઓ ની ટીમે રેડ કરી 14ટ્રક,8 બોટ,રેતી નો કરોડો રૂપિયા નો જથ્થો કબ્જે
જીગર નાયક,નવસારી
ગણદેવી તાલુકાનાં પોંસરી ગામે અંબિકા નદીમાથી ગેરકાયદેસર રેતી
ખનન કરનારા માફિયાઓ ઉપર ચીખલી પ્રાંત અધિકારી અને ત્રણ તાલુકાઓના મામલતદારોની ટીમે ત્રાટકીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જિલ્લામાં લાંબા સમયબાદ રેતી ખનન કરનારાઓ પર સરકારી કાર્યવાહી થતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.
નવસારી જિલ્લાની અંબિકા, પુર્ણા અને કાવેરી નદીઓમાંથી મોટા પાયે રેતી ખનન કરવામાં આવે છે, જેમાં એંવાયરોમેંટ સર્ટિફિકેટ ધરાવતી લીઝો ઘણી ઓછી હશે, જ્યારે ગેરકાયદેસર નદીઓને ખોદી કાઢનારાઓની સંખ્યા વધુ છે. ખાસ કરીને અંબિકા નદીમાં ચાલતી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિને બંધ કરવવા માટે અંબિકા નદી બચાવો સમિતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી પણ કરવામાં આવી હતી અને તેમાં ગુજરાત હાઈકોર્ટે ખાન ખનીજ વિભાગના સચિવથી લઈ જિલ્લા ખાન ખનીજ અધિકારી સુધીના અધિકારીઓને નિયમોનું પાલન કરવા તાકીદ
કરવામાં આવી હતી. પરંતુ જિલ્લા તંત્ર દ્વારા કોઈક કારણસાર આંખ આડા કાન કરવામાં આવતા હોવાની ચર્ચાઓ ઉઠતી રહી છે. હાલમાં પણ ગણદેવી તાલુકાનાં પોંસરી ગામે અંબિકા નદીમાથી ખનન માફિયાઓ દ્વારા બેધડક નિયમોને નેવે મૂકી ગેરકાયદેસર રીતે નદીને કોરીને રેતી કાઢવામાં આવતી હતી. જેની ફરિયાદને આધારે આજે સવારે ચીખલી પ્રાંત અધિકારી આર. બી. ભોગતયા અને ગણદેવી, ચીખલી અને ખેરગામ તાલુકાનાં મામલતદારોની ટીમે પોંસરીમાં ગેરખાયદે ખનન કરનારાઓ પર દરોડા પાડતા નાસભાગ મચી જવા પામી હતી. વિભાગ દ્વારા ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં 14 ટ્રક અને 8 હોડીઓ, મોટર, પાઇપ તેમજ અન્ય સમાન મળી અંદાજિત કરોડોનો સામાન કબ્જે લેવામાં આવ્યો છે. જોકે પોંસરી ગામે રેતી ખનન પર પાડવામાં આવેલા દરોડાની કામગીરી મોડી સાંજ સુધી ચાલે એમ હોવાથી ખરો આંકડો પછીથી જાહેર થશે.